PM નરેન્દ્ર મોદી એપ્રિલમાં શ્રીલંકાની લેશે મુલાકાત


HD ન્યૂઝ, ૧૬ માર્ચ ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં એટલે કે એપ્રિલમાં સત્તાવાર મુલાકાતે શ્રીલંકાના પ્રવાસે જશે. પીએમની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગયા વર્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની દિલ્હી મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાતે જવાનાં છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
મુલાકાત દરમિયાન પીએમ મોદી શ્રીલંકાની સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં માછીમારોના વિવાદ, વેપાર સંબંધો, સુરક્ષા સહયોગ અને ક્ષેત્રીય સહયોગ જેવા મુદ્દાઓ સામેલ છે.
શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિતા હેરાથે શનિવારે સંસદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાત લેશે. 2015 પછી પીએમ મોદીની શ્રીલંકાની આ ચોથી મુલાકાત હશે.
શ્રીલંકા ભારતનો એક મહત્વપૂર્ણ પાડોશી અને વ્યૂહાત્મક ભાગીદાર છે. પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે, ખાસ કરીને જ્યારે બંને દેશો વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો : આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં રહ્યો વધારો: જાણો લેટેસ્ટ ભાવ
ચાર્જિંગ પર લગાવેલો ફોન ગરમ નહિ થાય, અનોખા વાયરલેસ ચાર્જરે પ્રોબ્લેમ સોલ્વ કર્યોં
સુગરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે આ કાચું ફળ, મળશે ગજબના ફાયદા
અમદાવાદઃ નેશનલ કોન્ફરન્સ એન્ડ શક્તિ એવોર્ડ્સ દ્વારા રાજ્યની નામાંકિત મહિલાઓને સન્માનિત કરાઇ