આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં રહ્યો વધારો: જાણો લેટેસ્ટ ભાવ


નવી દિલ્હી, ૧૬ માર્ચ, ૨૦૨૫: આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત અગાઉના બંધ એટલે કે 7 માર્ચથી રૂ. 784 વધી અને 13 માર્ચે રૂ. 86,843 પર પહોંચી ગઈ. ગુરુવારે સોનું તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આ વર્ષે 1 જાન્યુઆરીથી 72 દિવસમાં સોનાના ભાવમાં 10,681 રૂપિયાનો વધારો થયો છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ સપ્તાહે સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેની નવીનતમ કિંમત વિશે જાણવું મહત્વપૂર્ણ છે. માત્ર ચાર ટ્રેડિંગ દિવસોમાં સોનાના ભાવમાં 2086 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે.
સ્થાનિક બજારમાં સોનાની તાજેતરની કિંમતની વાત કરીએ તો, 7 માર્ચે 24 કેરેટ સોનાની કિંમત 86,059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે 13 માર્ચે 86,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. એટલે કે 10 ગ્રામ દીઠ 781 રૂપિયાનો વધારો થયો છે.
દિલ્હીમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 81,350 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 88,730 રૂપિયા છે. મુંબઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 81,200 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 88,580 રૂપિયા છે.
આ પણ વાંચો : ચાર્જિંગ પર લગાવેલો ફોન ગરમ નહિ થાય, અનોખા વાયરલેસ ચાર્જરે પ્રોબ્લેમ સોલ્વ કર્યોં