અમદાવાદઃ પોપ સિંગર હનીસિંગનાં લાઈવ કોન્સન્ટમાં 1 કરોડના 150થી વધુ ફોન ચોરાયા; કેપેસિટી કરતાં વધુ માણસો ભરતા આયોજકો પર ગંભીર આક્ષેપ

16 માર્ચ 2025 અમદાવાદ; 15 માર્ચ શનિવારની સાંજે અમદાવાદના શેલા સ્થિત આવેલા એસપી રીંગ રોડ પર સાવન પાર્ટી લોનમાં ભારતના પ્રખ્યાત પોપ સિંગર હની સિંગનો લાઈવ કોન્સન્ટ યોજાયો હતો. હાલ હનિસીંગ સમગ્ર દેશના મહાનગરોમાં પોતાના કોન્સન્ટ કરી રહ્યા છે. જે અંગે યુવાનો પણ નિહાળવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં આ કોન્સન્ટ પૂર્ણ થતા ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને ત્યાં પહોંચેલા યુવાન યુવતીઓના 150થી વધુ ફોન ચોરાઈ ગયા છે. જેની કિંમત આશરે એક કરોડથી વધારે થાય છે. સાથે પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાં વિન્ડો તોડી અંદરથી પાવર બેંક, પૈસા, ક્રેડિટ કાર્ડ ચોરી કરી ગયા હોવાનો મામલો સામે આવતા મોટી સંખ્યામાં ટોળું સરખેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું.
3 આરોપીઓના નામ ખુલતા એકની ધરપકડ
મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનના પી આઈ આર કે ધુલીયા પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. કોન્સર્ટના આયોજકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તમામ યુવાનોની રજૂઆત સાંભળી પોલીસ ચોપડે એફઆઇઆર નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસના નેટવર્ક એક્ટિવ કરાતા ગણતરીના કલાકોમાં જાણવા મળ્યું હતું કે ત્રણ આરોપીઓ આ ઘટના પાછળ સામેલ હોઈ શકે જેમાંથી એકની તાત્કાલિક ધોરણે ધરપકડ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આશરે એક કરોડની કિંમતના 150 ફોન ચોરાયાની આશંકા
કોન્સર્ટ જોવા આવેલા મેઘલ નામના યુવકે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારી કાર જગ્યા ન હોવાને કારણે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી. કોન્સન્ટ પૂર્ણ થતા અમે કાર લેવા આવતા જોયું તો વિન્ડો કા તૂટ્યા હતા અને અંદરથી પૈસા પાવર બેંક અને ક્રેડિટ કાર્ડ ચોરાઇ ગયો હતો પરંતુ ફોન ચોરાયો ન હતો. બીજી બાજુ કોન્સન્ટની અંદર 150થી વધુ ફોન ચોરાયા હોવાનું સામે આવી રહ્યું છે. પર ફોનની કિંમત એક લાખથી વધુ હોય તેવા મોંઘા પૌંચ ચોરાઈ ગયા હોવાની ઘટના બની છે.
ફોનના હપ્તા ચાલુ હતા અને ચોરાઈ ગયો
અમદાવાદમાં રહેતા વિશાલ નામના યુવકે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા મમ્મી પપ્પા બહુ મહેનત કરીને મને આ ફોન અપાવ્યો હતો જેના હપ્તા પણ હજુ ચાલુ છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમારી પાસે એટલા બધા રૂપિયા નથી કે ફોન ચોરાઈ જાય અને તાત્કાલિક નવો ફોન લઈ આવીએ. આયોજકો ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સાવન પાર્ટી પ્લોટમાં બેથી ત્રણ હજારની કેપેસિટી હોવા છતાં પાંચથી દસ હજાર લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી. સાથે NO સ્મોકિંગનાં બોર્ડ માર્યા હોવા છતાં એન્ટ્રી થતા જ સ્મોકિંગનો સ્ટોર લાગ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ડ્રીંક કરીને આવ્યા હતા. કોન્સન્ટની ટિકિટ વ્યકિત દીઠ બેથી ત્રણ હજાર હતી છતાં કોન્સન્ટનાં ગેટની બહાર 5થી 6 હજારમાં બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી. સાથે નકલી ટિકિટો વેચાઈ હોવાના પણ આક્ષેપો થયા છે. આ તમામ મામલે પોલીસની કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ અમારા જાનમાલની જવાબદારી આયોજકની છે. જેથી આ મામલે જવાબદારી સ્વીકારીને અમારા જાનમાલની ભરપાઈ કરી આપે તેવી માંગણી કરી હતી અન્યથા આયોજકો ઉપર ગુનો દાખલ કરવા માટે પોલીસને અપીલ કરી હતી.