ટ્રેન્ડિંગમનોરંજન

તેણે મારા બ્રેસ્ટ પકડી લીધા: આશ્રમ ફેમ અભિનેત્રીએ મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલો ભયાનક કિસ્સો યાદ કર્યો

મુંબઈ, 16 માર્ચ 2025: એક્ટ્રેસ અદિતિ પોહનકરનું નામ ઈંડસ્ટ્રીની શાનદાર અભિનેત્રીઓમાં સામેલ છે. હાલમાં જ અદિતિને બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમમાં જોવા મળી હતી. તેમણે સિરીઝમાં એક મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. અદિતિને સિરીઝ માટે ખૂબ જ પ્રશંસા પણ મળી છે. હાલમાં તેણે એક ઈન્ટરવ્યૂમાં પોતાના રોલ્સને લઈને વાત કરી હતી. સાથે જ તેણે જણાવ્યું કે, એક વાર લોકલ ટ્રેનમાં તેને સ્કૂલ જતી વખતે એક છોકરાએ ખરાબ રીતે ટચ કર્યું હતું. આ ઘટના બાદ અદિતીને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

જ્યારે એક છોકરાએ ખરાબ રીતે એક્ટ્રેસને ટચ કર્યું

Hauterrfly સાથે ખાસ વાતચીતમાં અદિતિએ જણાવ્યું હતું કે, જ્યારે તે 11માં ધોરણમાં ભણતી ત્યારે મુંબઈની લોકલ ટ્રેનથી અપડાઉન કરતી હતી અને સ્કૂલ જતી વખતે તેની સાથે ખરાબ અનુભવ થયો હતો. અદિતિએ જણાવ્યું કે, એક વાર તે મુંબઈની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહી હતી, ફર્સ્ટ ક્લાસમાં સ્કૂલના છોકરાઓ, જે યૂનિફોર્મમાં હતા, જેમને આવવાની પરવાનગી હોય છે. અદિતિએ જણાવ્યું કે, હું 11માં ધોરણમાં હતી અને ફીમેલ કોચમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને પરવાનગી હતી, સ્કૂલ યુનિફોર્મવાળા જે હોય છે. તો એક છોકરો ઊભો હતો અને જેવી ટ્રેન સ્ટેશનેથી ઉપડી, મને લાગ્યું દાદર સ્ટેશન હતું, તેણે મારા બ્રેસ્ટ પકડી લીધા.

અદિતિએ જણાવ્યું કે, આ ઘટના બાદ આગામી સ્ટેશન પર તે ઉતરી ગઈ, તે પોલીસ પાસે ગઈ. પોલીસે તેની આખી વાત સાંભળી અને કહ્યું કે, કંઈ વધારે થયું છે તો અદિતિએ જવાબ આપ્યો, વધારે શું, મને મેન્ટલી પરેશાન કરી છે. અદિતિએ જણાવ્યું કે, જ્યારે તે મહિલા કોન્સ્ટેબલ સાથે ત્યાં પહોંચી તો તે છોકરો ત્યાં જ ઊભો હતો. કોઈ બીજી મહિલા સાથે આવું જ કરવા માટે, મેં પોલીસને જણાવ્યું કે આ છોકરો છે, તો તેમણે પૂછ્યું કે તારી પાસે પુરાવો શું છે.

આશ્રમ અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, મેં કહ્યું કે, હું તમને કહી રહી છું કે, તેણે મારી સાથે શું કર્યું. શું હું ખોટું બોલી રહી છું? એક મહિલા કોન્સ્ટેબલ મારી સાથે આવી અને તેમણે છોકરાને પૂછ્યું તેણે શું કર્યું, તો તેણે કંઈ નહીં કર્યું હોવાનું કહ્યું. હું તેના પર જોરથી બૂમો પાડી બોલી, મેં તેને ડરાવી દીધો કેમ કે તે એક નાનો છોકરો હતો. હું તેનાથી 2-3 વર્ષ મોટી હતી. પછી જ્યારે મેં તેને મારવાનો ઈશારો કર્યો, તો તેણે કહ્યું કે, સોરી સોરી. મેં સાચે જ તેનો કોલર પકડી લીધો અને કહ્યું કે બીજા સાથે આવું કરીશ? ત્યારે તે તરત બોલ્યો હા કરીશ.

આ પણ વાંચો: વિક્રમ ઠાકોરે સરકારને આડે હાથ લીધી: ઠાકોર સમાજને સરકારી કામ નહીં મળે તો કોઈ ભૂખ્યા નહીં રહે, સમાજનો નિર્ણય શિરોમાન્ય

Back to top button