બોટાદમાં પત્નીના સીમંત પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું: કારણ અંકબંધ


બોટાદ, ૧૬ માર્ચ 2025: બોટાદમાં ગઢડા પોલીસ મથકના 28 વર્ષે કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કેમ કર્યો તે પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતક કોન્સ્ટેબલ ધંધુકાના વતની છે. અને તેની સર્ગભા પત્ની પિયર ગઈ હતી. અને થોડા જ દિવસમાં તેની પત્નીનું શ્રીમંત હતું. બોટાદના DY.SP સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં આત્મહત્યા ના કિસ્સાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે ત્યારે બોટાદમાંથી પોલીસકર્મી દ્વારા આપઘાત કરાયાની ઘટના સામે આવી છે. બોટાદ જિલ્લામાં ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. 28 વર્ષીય પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી રહી છે.
ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ ઘટનાની જાણ થતાં બોટાદ ડિવાયેસપી સહિતના અધિકારીઓ ગઢડા દોડી આવ્યા હતા. જો કે, પોલીસ કોન્સ્ટેબલે કરેલ આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં ગઢડા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતી સાહિત્ય જગતે અનમોલ રત્ન ગુમાવ્યું, જાણીતા સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન