ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

લશ્કરને મોટો ઝટકો: ભારતનો દુશ્મન પાકિસ્તાનમાં ઠાર થયો, હાફિઝ સઈદની ખૂબ જ નજીક હતો

Text To Speech

નવી દિલ્હી, 16 માર્ચ 2025: પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને મોટો ઝટકો લાગ્યો છે. મોસ્ટ વોન્ટેડ આતંકી અબૂ કતાલ સિધીની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટના શનિવાર રાતે 8 વાગ્યે બની છે. અબૂ કતાલે ભારતમાં કેટલાય મોટા હુમલા કરાવ્યા છે. NIAએ તેને વોન્ટેડ ઘોષિત કર્યો હતો. આર્મી સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ માટે આ આતંકી માથાનો દુખાવો બની ગયો હતો.

આતંકવાદી અબુ કતલ પણ હાફિઝ સઈદની ખૂબ નજીક હતો. હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. લશ્કર-એ-તૈયબાના 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ હુમલો કર્યો હતો. આ ઘટનાને કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો બગડ્યા. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

હાફિઝ સઈદે જ અબુને જમ્મુ અને કાશ્મીર પર મોટો હુમલો કરવાની જવાબદારી સોંપી હતી. હાફિઝે જ અબુને લશ્કરનો મુખ્ય ઓપરેશનલ કમાન્ડર બનાવ્યો હતો. હાફિઝ સઈદ અબુને આદેશ આપતો હતો, ત્યારબાદ તે કાશ્મીરમાં મોટા હુમલાઓ કરતો હતો.

અહીં ઉલ્લેખનિય છે કે, 9 જૂને જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શિવ-ખોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અબુ કતલ સિંઘી પણ તે હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ ઉપરાંત, અબુ કતલને કાશ્મીરમાં ઘણા મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો. NIA એ 2023 ના રાજૌરી હુમલા માટે અબુ કતલને જવાબદાર ઠેરવ્યો હતો.

આ પણ વાંચો: WPL 2025: મુંબઈ ઈંડિયન્સ બીજી વાર ચેમ્પિયન્સ બની, દિલ્હી કેપિટલ્સનું ટ્રોફી જીતવાનું સપનું રોળાયું

Back to top button