આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી માટે સરકારે શું રાખી મોટી શરત?

નવી દિલ્હી, 15 માર્ચ, 2025: ઇલોન મસ્કની સ્ટારલિંકે જિયો અને એરટેલ સાથે ડીલ કરી છે. સ્ટારલિંક ભારતમાં આવશે તો તેનું રિમોટ કંટ્રોલ સરકારના હાથમાં રહેશે. જિયો અને એરટેલ સાથે ડીલ બાદ આકરી શરત રાખી છે. સૂત્રો મુજબ સ્ટારલિંકને ભારતમાં જ તેનું કંટ્રોલ સેન્ટર રાખવાનું કહેવામાં આવ્યું છે.સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ કનેકશન આપતી મસ્કની કંપનીના ભારતમાં પ્રવેશને લઈ સરકાર સતર્ક છે અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી દરેક બાબતની તપાસ કરી રહી છે.

જો ભારતમાં કોઈ નિયંત્રણ કેન્દ્ર નહીં હોય તો સરકારના હાથ બંધાયેલા રહેશે. હાલમાં જ્યારે અશાંત વિસ્તારોમાં પરિસ્થિતિ વણસે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવે છે. સ્ટારલિંક અંગે ચિંતા એ છે કે જો તેનું નિયંત્રણ કેન્દ્ર ભારતમાં નહીં હોય તો સરકારના હાથ બંધાઈ જશે. આવી સ્થિતિમાં, અમેરિકામાં સ્ટારલિંકના મુખ્યાલયને કોઈપણ ઇન્ટરનેટ પ્રતિબંધ વિશે જાણ કરવી પડશે.

એક રિપોર્ટ પ્રમાણે, સરકાર ઈચ્છે છે કે સ્ટારલિંક કોલ અટકાવવાનો અધિકાર આપે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ સરકારને ખાતરી આપી છે કે તે આ મામલાની તપાસ કરી રહી છે. આ બાબતે, સરકારે સ્ટારલિંક સુરક્ષા જરૂરિયાતો પણ જણાવી છે. આમાં કાયદા અમલીકરણ એજન્સીઓને જો જરૂરી હોય તો સત્તાવાર ચેનલો દ્વારા કોલ બ્લોક કરવાની મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે. સ્ટારલિંકના સેટેલાઇટ કોમ્યુનિકેશન લાઇસન્સ અરજી અંતિમ તબક્કામાં પહોંચતા આ સૂચનાઓ આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતના ટેલિકોમ કાયદા અનુસાર, જાહેર કટોકટી, આપત્તિ વ્યવસ્થાપન અથવા જાહેર સલામતીની ચિંતાઓના કિસ્સામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કનું કામચલાઉ નિયંત્રણ લઈ શકે છે. ભારતમાં રમખાણો અને અથડામણ જેવી પરિસ્થિતિઓમાં ઘણી વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારની આ માંગનો અર્થ એ છે કે સ્ટારલિંકે ભારતમાં તેની સેવા ચલાવવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. જે દેશની સુરક્ષા માટે જરૂરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના દૃષ્ટિકોણથી પણ તે મહત્વપૂર્ણ છે.

એરટેલે શું કહ્યું

ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથેના કરાર અંગે એરટેલના વાઇસ ચેરમેન ગોપાલ વિટ્ટલ કહે છે કે ભારતમાં સ્પેસએક્સ સાથે કામ કરવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કંપનીની આગામી પેઢીના સેટેલાઇટ કનેક્ટિવિટી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સહયોગ ભારતના સૌથી દૂરના વિસ્તારોમાં પણ વિશ્વ-સ્તરીય હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ લાવવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે.

કોંગ્રેસે શું લગાવ્યો આરોપ

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકન ઉદ્યોગપતિ મસ્કને તેમની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા, સ્ટારલિંક, ભારતમાં લાવવામાં મદદ કર્યાનો આરોપ મૂક્યો છે. પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પનો વિશ્વાસ જીતી શકે તે માટે આમ કર્યું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.મસ્કના માધ્યમથી ટ્રમ્પ સાથે સારા સંબંધ બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ મહિલા IAS ટૉપરની સફળતાની ગાથા, સ્કૂલમાં ફેઈલ થયાં હતાં પણ UPSCમાં લગાવી છલાંગ

Back to top button