મહિલા IAS ટૉપરની સફળતાની ગાથા, સ્કૂલમાં ફેઈલ થયાં હતાં પણ UPSCમાં લગાવી છલાંગ


નવી દિલ્હી, તા. 15 માર્ચ, 2025: સરકારી પરીક્ષાની તૈયારી કરતાં યુવનાનું સપનું UPSC પરીક્ષા પાસ કરવાની હોય છે. પરંતુ આજે એક એવા મહિલા આઈએએસ ટૉપરની વાત કરવી છે જેઓ સ્કૂલમાં નાપાસ થયા હતા પરંતુ પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. આઈએએસ રૂક્મિણી રેયરે સાબિત કર્યું કે સ્કૂલમાં કોઈપણ પરીક્ષામાં નાપાસ થવાનો મતલબ જીવનના તમામ રસ્તા બંધ થઈ ગયા તેવો નથી.
યુપીએસસી, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ તથા અન્ય પદો પર ભરતી માટે સિવિલ સેવા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 10 લાખ ઉમેદવારો આ પરીક્ષાનો હિસ્સો બને છે. જોકે કેટલાક લોકો જ તેમના પ્રથમ પ્રયત્નમાં તેને પાસ કરી શકે છે. રૂકિમણી રિયાર છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા પરંતુ પ્રથમ પ્રયત્નમાં જ યુપીએસી પરીક્ષા પાસ કરી હતી.
રુક્મિણીએ પ્રારંભિક શિક્ષણ ગુરદાસપુરમાં મેળવ્યું અને ચોથા ધોરણમાં ડેલહાઉસીની સેક્રેડ હાર્ટ સ્કૂલમાં એડમિશન લીધું હતું. પોતાના શિક્ષણ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તેમણે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાંથી સામાજિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) મુંબઈમાંથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, રુકમણીએ આશોધા, મૈસુર અને અન્નપૂર્ણા મહિલા મંડળ, મુંબઈ જેવી બિન-સરકારી સંસ્થાઓ (NGO) સાથે ઇન્ટર્નશિપ કર હતી. NGO માં કામ કરતી વખતે, તેમને સિવિલ સર્વિસીસમાં ઊંડો રસ પડ્યો અને તેમણે UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.
2011 માં, રુક્મિણીએ પોતાના પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરીને નોંધપાત્ર સફળતા મેળવી અને પ્રભાવશાળી ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 2 મેળવ્યો હતો. તેમણે કોઈપણ કોચિંગ ક્લાસની મદદ લીધા વગર આ સફળતા મેળવી હતી. તેમની તૈયારીમાં ધોરણ 6 થી 12 સુધીના NCERT પુસ્તકો પર આધાર રાખવો અને નિયમિતપણે અખબારો અને સામયિકો વાંચવાનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશઃ મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો આવ્યો સામે, રાજદૂતે ખોલી પોલ