ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દેશના ખૂણે ખૂણે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીમાં ક્રિકેટરો પણ જોડાયા છે અને ચાહકોને શુભકામના પાઠવી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદેશી ક્રિકેટરો પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી.
View this post on Instagram
ડેવિડ વોર્નરે પાઠવી સ્વતંત્રતા દિવસની શુભકામના
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ દ્વારા ભારતીય પ્રશંસકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ડેવિડ વોર્નરે લખ્યું કે ભારતમાં હાજર તમામ મિત્રો અને પરિવારના સભ્યોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લાંબા સમય સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. પછી હવે તે દિલ્હી કેપિટલ્સનો એક ભાગ છે. ડેવિડ વોર્નરે તેની રમત અને સોશિયલ મીડિયા પર રીલ દ્વારા ભારતીય ચાહકોને દિવાના બનાવ્યા છે.
Happy Independence Day India ????????. The place I played my last international match. #GreatMemories pic.twitter.com/28iRforVJq
— Daren Sammy (@darensammy88) August 14, 2022
ડેરેન સેમીએ T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો પોસ્ટ કર્યો
ડેવિડ વોર્નર ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ડેરેન સેમીએ T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો પોસ્ટ કરીને લખ્યું કે ભારતને સ્વતંત્રતા દિવસ પર હાર્દિક અભિનંદન, અહીં મેં મારી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓએ પણ પાઠવી શુભકામના
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓએ પણ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે. ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલીને તેમાં ત્રિરંગો લગાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત અન્ય ખેલાડીઓએ ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા બદલ્યા છે.