ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ગુજરાતને લજવતી વધુ એક ઘટના, સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Text To Speech

સુરત: 15 માર્ચ: 2025: શું ગુજરાતમાં મહિલાઓ અને દિકરીઓ સુરક્ષિત છે? છેલ્લા થોડાક દિવસોમાં બનેલી ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થા પર સખ્ત સવાલો ઉભા કર્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં બાળકીઓ, મહિલાઓ પરના અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતને લજવતી વધુ એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલમાં બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન એક નરાધમે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે નરાધમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

એક પરિવાર તેમની 6 વર્ષની માસૂમ પુત્રી સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યો હતો. જ્યાં અચાનક તેની 7 વર્ષની પુત્રી ગુમ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ તેને ઘણા સમય સુધી શોધી પણ તે અલી આવી ન હતી થોડા સમય પછી બે લોકો લોહીથી લથપથ છોકરીને લાવે છે. પછી છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ કેસમાં 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો..Video : હું દારૂના નશામાં ન હતો, મારી કારની સ્પીડ પણ લીમીટમાં હતી, વડોદરાકાંડના આરોપીનો દાવો

Back to top button