ગાંધીનગર : સોશિયલ મીડિયા થકી યુવતીને યુવાન સાથે પ્રેમ કરવો પડ્યો ભારે


- યુવતી સોશિયલ મીડિયા થકી યુ.કે સ્થિત યુવાન સાથે વાત કરતી
- યુવતી પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી
- જીવન આસ્થા હેલ્પલાઇન દ્વારા આ યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું
ગાંધીનગર : સોશિયલ મીડિયા થકી યુવતીને યુવાન સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. જેમાં યુવાન યુ.કેમાં રહેતો હોવાનું જણાવીને મુંબઈ એરપોર્ટ ઉપર પોલીસે પકડયો હોવાથી યુવતી પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે ગાંધીનગર જીવન આસ્થા હેલ્પલાઇન દ્વારા આ યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
યુવતી છેલ્લા બે મહિનાથી સોશિયલ મીડિયા થકી યુ.કે સ્થિત યુવાન સાથે વાત કરતી
યુવતી છેલ્લા બે મહિનાથી સોશિયલ મીડિયા થકી યુ.કે સ્થિત યુવાન સાથે વાત કરતી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. અવારનવાર મેસેજ અને વીડિયો કોલમાં વાત કરતા હતા. આ દરમિયાન આ યુવતી યુવક સાથે લગ્ન કરવા માગતી હોવાથી યુવાનને ગુજરાત આવવા માટે જણાવ્યું હતું. જેના પગલે આ યુવાન દ્વારા ગુજરાત આવવા માટે નીકળ્યો ત્યારે મુંબઈ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને તેમ કહીને યુવતી પાસે 15 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. યુવતીએ જેમ તેમ કરીને આ રૂપિયા ભેગા કર્યા હતા. જેના બદલે તેની માતાને જાણ થઈ હતી અને ત્યારબાદ સંપૂર્ણ હકીકત માતાને જણાવી હતી.
આ ઘટનાને પગલે યુવતી ડિપ્રેશ થઈ ગઇ હતી
આ ઘટનાને પગલે ડિપ્રેશ થઈ ગયેલી આ યુવતીનું કાઉન્સિલિંગ ગાંધીનગર જિલ્લા પોલીસની જીવન આસ્થા હેલ્પલાઇન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રકારે થઈ રહેલા ફ્રોડ વિશે તેને માહિતગાર કરવામાં આવી હતી. તેમજ આ પ્રકારે હવે અન્ય કોઈ વ્યક્તિઓ સાથે સંપર્ક નહીં કરવા પણ સમજ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરાના બિલ્ડર પાસેથી ત્રણ શખ્સોએ સ્ટેમ્પ ડયૂટી પેટે 45 લાખ પડાવી લીધા