ભ્રષ્ટાચારની તો હદ થઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ક્લાર્ક 5000ની લાંચ લેતા ACBનાં છટકામાં સપડાયો


રાજકોટ, તા.13 માર્ચ, 2025: રાજ્યમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. રાજ્યમાં લગભગ દરરોજ કોઈને કોઈ ખુણામાંથી લાંચીયા લોકોને એસીબી સકંજામાં લઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ કચેરીનો કરાર આધારિત ક્લાર્ક રૂ. 5000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો હતો.
ફરીયાદી પોતે અભ્યાસ કરે છે અને સેમેસ્ટર-૬ નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હતું. સેમેસ્ટર-૬ નું લેટ ફોર્મ ભરાવા માટે આ કામના આરોપી હિરેનભાઈ જગદીશભાઈ પદવાણી (ક્લાર્ક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરી, રાજકોટ, કરાર આઘારીત)એ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂા.૫,૦૦૦ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.જેના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન રૂા.૫,૦૦૦ની લાંચ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ ગયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે પરીક્ષા વિભાગ કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારીત ક્લાર્ક, હિરેનભાઈ જગદીશભાઈ પદવાણી રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
— ACB Gujarat (@ACBGujarat) March 13, 2025
ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. બુધવારે અમદાવાદમાંથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાનો જોઇન્ટ ડાયરેકટર એસીબીની ઝાળમાં સપડાયો હતો. મંગળવારે ભરૂચની શુક્લતિર્થ ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8000ની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીની કાર્યવાહીના કારણે લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ પહેલા પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં FSSAIનો જોઈન્ટ ડાયરેક્ટર રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયો