તિરંગાની પાઘડી, સ્કાય બ્લૂ રંગની બંડી પહેરી વડાપ્રધાન મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, જુઓ 9 વર્ષના તમામ લુક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સતત નવમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો અને દેશને સંબોધન કર્યું. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદથી PM મોદી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર એક ખાસ પ્રકારની પાઘડી પહેરે છે. આ વર્ષે તેમને પોતાની પાઘડીનો રંગ અને સ્ટાઈલ બદલાયા છે. આઝાદીના અમૃત મહોત્સવના ખાસ પ્રસંગે વડાપ્રધાને રાષ્ટ્રીય ધ્વજની છાંટ સાથે સફેદ રંગની પાઘડી પહેરી હતી. આ ઉપરાંત તેમને સફેદ રંગનો કુર્તો અને ઉપર સ્કાય બ્લૂ રંગની બંડી પહેરી હતી.
વડાપ્રધાન મોદીએ 2014થી પોતાના સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના પ્રસંગે રંગીન પાઘડી પહેરતાં હોય છે. ગત વર્ષે 2021માં તેમને કેસરી રંગનો સાફો પહેર્યો હતો, જે તેમને રાખેલા ગમછાના બોર્ડર સાથે મેચ કરતો હતો.
2020માં પહેરી હતી ક્રીમ કલરની પાઘડી
તો વડાપ્રધાન મોદીએ 2020માં ભગવા તેમજ ક્રીમ કલરની પાઘડી પહેરી હતી. તે વર્ષે તેઓ બિલકુલ અલગ જ અંદાજમાં સાફાના બાંયના કુર્તા સાથે જોડ્યો હતો. વર્ષ 2020માં વડાપ્રધાને ભગવા બોર્ડરવાળો સફેદ ઉપરણું પણ પહેર્યું હતું.
2019માં આવો હતો વડાપ્રધાન મોદીનો લુક
વર્ષ 2019ના સ્વતંત્રતા પર્વના દિવસે PM મોદીએ અડધી બાંયનો કુર્તો, પાયજામો અને કેસરિયા રંગના બોર્ડરવાળું ઉપરણું પહેર્યું હતું. આ સમારંભમાં વડાપ્રધાને પીળા, લાલ અને લીલા રંગની પાઘડી પહેરી હતી.
2018માં કેસરી-લાલ રંગની પાઘડી પહેરી હતી
તો વર્ષ 2018માં તેમને ફુલ બાંયનો કુર્તો પહેર્યો હતો. ત્યારે તેમની પાઘડીનો રંગ ઘાટો કેસરી અને લાલ હતો.
2017માં ચમકદાર પાઘડીમાં જોવા મળ્યા હતા
વર્ષ 2017માં તેમને હાફ બાંયનો કુર્તો અને ચમકદાર લાલ અને પીળા રંગની પાઘડી પહેરી હતી.
2016માં વડાપ્રધાન સાદા કુર્તામાં જોવા મળ્યા હતા
2016માં PM સાદા કુર્તા અને ચૂડીદાર પાયજામામાં જોવા મળ્યા હતા. આ સાથે જ તેમને લાલ-ગુલાબી અને પીળા રંગનો રાજસ્થાની સાફો પહેર્યો હતો.
2015માં ક્રીમ રંગનો કુર્તો અને જેકેટ
વર્ષ 2015માં વડાપ્રધાને ક્રીમ રંગનો કુર્તો અને ખાદી રંગની જેકેટ પહેરી હતી. તે સમયે તમને લાલ, પીળા તેમજ ઘાટા લીલા રંગની પટ્ટીઓવાળી પાઘડી પહેરી હતી.
2014 જોધપુરી સાફામાં જોવા મળ્યા હતા
જ્યારે વર્ષ 2014માં તેમને ભગવા અને લીલા રંગનો જોધપુરી બંધેજ સાફો બાંધ્યો હતો.