ગુજરાતઃ સાયબર કૌભાંડમાં આવ્યો વળાંક, તપાસમાં મદદ કરનાર સાયબર એક્સપર્ટ જ કળા કરી ગયો

અમદાવાદ: 13 માર્ચ: 2025: સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે તે પોલીસને મદદ લેતા હોય છે, પરંતુ પોલીસ જ છેતરપિંડીનો શિકાર બની જાય તો? આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ડીસીપી ઝોન-6ના સ્ક્વૉડ દ્વારા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડીને 33 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કેસની તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની fraud by cyber expert himself મદદ લીધી હતી પણ આ એક્સપર્ટે મદદના બહાને પોલીસને જ રમાડી ગયો. તપાસના નામે પોલીસની જાણ બહાર જ આરોપીના ક્રિપ્ટો વોલેટમાંથી 41 લાખની ક્રિપ્ટો કરન્સી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરીને ઉચાપત કરી ગયો.
જાણો સમગ્ર મામલો ?
ગત 30 ડિસેમ્બર 2024ના રોજ દેવેન્દ્ર પટેલે બાતમી આપી હતી કે, બોમ્બે હોટલ બીઆરટીએસ વર્કશોપની પાછળ આવેલી જૈનભ રેસીડેન્સી વિભાગ-2માં રહેતા શેખ અયાઝ નામનો યુવક ગેરકાયદેસર રીતે પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે ઝોન 6 LCB એ દરોડા પાડતા 2.41 લાખથી વધુ રોકડ, 33 મોબાઇલ ફોન, લેપટોપ, પાસપોર્ટ પેન ડ્રાઈવ અને એટીએમ કાર્ડ તેમજ માસ્ટર કાર્ડ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ફોનમાંથી પુરાવા મેળવવા માટે એક વ્યક્તિની મદદ લીધી અને તે વ્યક્તિએ જ લાખો રૂપિયાની ઠગાઈ કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.
આ કેસમાં ટેક્નિકલ એનાલિસિસ કરવા માટે પોલીસે ખાનગી સાયબર અક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લીધી હતી. તેણે જપ્ત કરેલા તમામ 33 મોબાઇલ ફોન અને લેપટોપની ચકાસણી કરીને રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ વઘુ તપાસ માટે તમામ મુદ્દામાલ ગાંધીનગર ફોરેન્સીક લેબમાં મોકલી અપાયો હતો. બીજી બાજુ કોલ સેન્ટર કેસના આરોપી અયાઝ શેખે પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી કે, પોલીસે જપ્ત કરેલા 33 મોબાઇલ ફોન પૈકી એક મોબાઇલમાં તેનું બિનાન્સનું ટ્રેડીંગ એકાઉન્ટ હતું. જેમાં 48,300 જેટલા યુએસડીની કિંમતના ક્રિપ્ટો હતા. જેની ભારતીય કરન્સી મુજબની કિંમત આશરે 41 લાખ જેટલી હતી. તેને ઇમેઇલ આવ્યો હતો કે તેનું બિનાન્સનું એકાઉન્ટ બ્લોક છે અને ક્રિપ્ટો અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે.
અંતે પોલીસે દેવેન્દ્ર પટેલને બોલાવી પોલીસની ભાષામાં પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબુલાત કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે શેખ અયાઝના એક મોબાઇલ ફોનમાં બિનાન્સ ટ્રેડિંગ એકાઉન્ટમાં રહેલી તમામ ક્રિપ્ટો કરન્સી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. જેથી આ સમગ્ર મામલે પોલીસે દેવેન્દ્ર પટેલનો ફોન ચેક કરતા તેમાંથી પણ પુરાવાઓ મળી આવ્યા હતા. આ મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્ર પટેલ સામે ઝોન 6 LCB ના પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દેવેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.
આ પણ વાંચો..વાલીઓ માટે ખુશખબર:ગુજરાતમાં RTEના ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ, આવક મર્યાદા 6 લાખની થશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD