રાન્યા રાવ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર કેવી રીતે કાઢતી? રહસ્ય ખુલ્યું

નવી દિલ્હી, 13 માર્ચ, 2025: રાન્યા રાવ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર કેવી રીતે કાઢતી? આ સવાલનું રહસ્ય હવે ખુલી ગયું છે. દેશમાં ગેરકાયદે રીતે સોનું લાવવા બદલ ranya rao gold smuggling news બેંગલુરુ એરપોર્ટ પર પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવની જામીન અરજી પર સુનાવણી દરમિયાન DRIએ અનેક ખુલાસા કર્યા છે.
અભિનેત્રી રાન્યા રાવના સોનાની દાણચોરીના રેકેટમાં એક મોટી ગેંગ સામેલ હતી અને તે રાજ્યના પ્રોટોકોલ અધિકારીની મદદથી એરપોર્ટ પહોંચતી હતી અને સોના સાથે રાજ્યના પ્રોટોકોલ અધિકારીઓની મદદથી જ બહાર નીકળતી હતી. આમ રાજ્યના પ્રોટોકોલ અધિકારીઓ પણ આ રેકેટનો ભાગ હતા, એમ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ આજે કોર્ટને જણાવ્યું હતું.
રાન્યાની જામીન અરજીની સુનાવણી દરમિયાન આજે ગુરુવારે આ માહિતી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા આપવામાં આવી હતી, જે દાણચોરીના કેસની તપાસ કરી રહી છે. ડીઆરઆઈએ જણાવ્યું હતું કે, તે દિવસે (જ્યારે રાન્યાને રંગે હાથ ઝડપી લેવામાં આવી ત્યારે) રાજ્ય પ્રોટોકોલ અધિકારી દ્વારા તેને એરપોર્ટની બહાર લઈ જવામાં આવી રહી હતી. ગેટની બહાર નીકળવાના એક-બે ડગલાં પહેલાં જ અમે તેને પકડી પાડી હતી.
કોર્ટમાં એજન્સીએ આજે જણાવ્યું હતું કે રાન્યા રાવે રાજ્ય પ્રોટોકોલ ઓફિસની મદદથી ઇમિગ્રેશન અને ગ્રીન ચેનલ પાર કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે રાજ્યનો એ વિભાગ તેમાં સામેલ હતો. ડીઆરઆઈના વકીલે કહ્યું, “તે ગ્રીન ચેનલ પાર કર્યા પછી ડીઆરઆઈએ તેને રોકીને પૂછપરછ કરી ત્યારે તેની બેગમાં અથવા તેની પાસે કઈ વસ્તુઓ છે તે જણાવવાનો રાન્યાએ ઈનકાર કર્યો હતો.
અભિનેત્રી પાસે શું છે તે જાહેર કરવાનો તેનો ઇરાદો નહોતો. ડીઆરઆઈએ કહ્યું, ‘અમે સ્ટેટ પ્રોટોકોલ ઓફિસરને બોલાવ્યા છે અને તેમનું નિવેદન નોંધ્યું છે.’ એજન્સીએ એવી પણ દલીલ કરી હતી કે હવાલા દ્વારા મોટી રકમની વ્યવસ્થા અને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેઓ તે ચેનલની તપાસ કરી રહ્યા છે.
એક પોલીસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાન્યા રાવ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જે 24 માર્ચે પૂરી થશે, પરંતુ કોર્ટ આવતીકાલે (શુક્રવારે) તેની જામીન અરજી પર નિર્ણય લે તેવી શક્યતા છે. રાન્યા રાવ વારંવાર વિદેશ પ્રવાસ કરવાને કારણે ડીઆરઆઈના રડાર હેઠળ આવી ગઈ હતી. છેલ્લા છ મહિનામાં તેમણે દુબઈ અને અમેરિકાની 27 વખત મુલાકાત લીધી છે.
આ પણ વાંચોઃ ભારત ઘરેલુ કોલસાના ટ્રેડીંગ માટે એક્સચેંજ સ્થાપશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD