યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી ફરી એક વાર નજીક આવી રહ્યા છે? કહ્યું- હું ખૂબ જ ઈમોશનલ ફીલ કરી રહી છું!


Dhanashree Verma Video: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને એક્સ વાઈફ ડાન્સ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. બંનેની વચ્ચે છુટાછેડાના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે, ફણ હાલમાં પણ ચહલની આરજે મહવાશ સાથે તસવીરોએ સનસનાટી ફેલાવી છે. જો કે ધનશ્રીએ હાલમાં ચહલ સાથે પોતાની તસવીરો ફરીથી રિસ્ટોર કરી છે, જે બાદ એવી અટકળો વહેતી થઈ છે કે બંને ફરીથી એક બીજાની નજીક આવી રહ્યા છે.
સાથે નજરે પડ્યા ચહલ અને મહવાશ
ચહલ હાલમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ દરમ્યાન દુબઈ સ્ટેડિયમમાં એક રેડિયો જોકી આરજે મહવાશ સાથે દેખાયો હતો. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોને જોઈ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે ચહલ અને મહવાશ વચ્ચે કંઈક ખાસ સંબંધ છે.
જૂની તસવીરો ફરીથી સામે આવી
આ સમગ્ર વિવાદની વચ્ચે વધુ એક રસપ્રદ વાત સામે આવી છે. ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ચહલની જૂની તસવીરોને અનઆરકાઈવ કરી છે. જો કે તેના પર કેટલાય સવાલો થઈ રહ્યા છે. કેટલીય યુઝર્સનું કહેવું છે કે ધનશ્રીએ આ તસવીરો હાલમાં જ રિસ્ટોર કરી છે, તો પછી બે અઠવાડીયા પહેલા લોકો આ તસવીરો પર કોમેન્ટ કેવી રીતે કરી રહ્યા હતા?
View this post on Instagram
ધનશ્રીએ ઈશારામાં જવાબ આપ્યો
ચહલ અને મહવાશની તસવીરો વાયરલ થયા બાદ ધનશ્રી વર્માએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી, જેમાં લખ્યું કે, મહિલાઓને બ્લેમ કરવાનું હંમેશાથી એક ફૈશન રહી છે. ધનશ્રીની આ પોસ્ટ જોઈ ફેન્સનું માનવું છે કે, તેણે આ નિવેદન પોતાના તરફથી ચહલના સંબંધોમાં આવી રહેલી તકલીફોને લઈને આપ્યું છે.
હું ખૂબ જ ઈમોશનલ ફીલ કરી રહી છું
બુધવાર રાતે ધનશ્રી વર્મા અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પીના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. અહીં ધનશ્રી જ્યારે ફિલ્મ જોઈને પાછી નીકળી તો તેને પૂછવામાં આવ્યું કે, તમને ફિલ્મ કેવી લાગી. તેના જવાબમાં ધનશ્રીએ કહ્યું કે, હું હાલમાં ખૂબ જ ઈમોશનલ ફીલ કરી રહી છું. આ ઉપરાંત ફિલ્મ વિશે ધનશ્રીએ કંઈ કહ્યું નહોતું.
આ પણ વાંચો: નકલી ફેસબુક અકાઉન્ટ બનાવી પતિ સાથે આખી રાત વાત કરતી પત્ની, રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી તો ભાંડો ફુટ્યો