ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જેગુઆર લેન્ડ રોવરએ ટાટાના ભારતના પ્લાન્ટમાં ઇવી બનાવવાની યોજના અભેરાઇએ ચડાવી

નવી દિલ્હી, 13 માર્ચઃ જેગુઆર લેન્ડ રોવરએ દક્ષિણ ભારતમાં 1 અબજ ડોલરના રોકાણ મારફતે ઉભરી રહેલી મુખ્ય કંપની ટાટા મોટર્સના પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હિકલ બનાવવાની યોજના અભેરાઇએ ચડાવી દીધી છે. બ્રિટીશ લક્ઝરી કાર એકમને સ્થાનિક ધોરણે યોગ્ય કિંમત -ગુણવત્તા વચ્ચેનું સંતુલન મળી રહ્યુ ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં જેએલઆર ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું તમામ કાર્ય ઠપ થઇ ગયુ છે. તમામ પ્રવૃત્તિઓને બે મહિનાથી બંધ કરી દેવામાં આવી છેએમએક સપ્લાયરે જણાવ્યું હતુ. નોંધનીય છે કે વૈશ્વિક કાર બ્રાન્ડઝ ચાઇનીઝ ખેલાડીઓ તરફથી તીવ્ર સ્પર્ધા, હાઇબ્રિડ કારની તરફેણમાં માંગ પરિવર્તન અને સ્ત્રાવના નિયમોને પરિપૂર્ણ કરવા માટે સરકારે સમયમર્યાદામાં અને ઇવીના ટાર્ગેટમાં રાહત આપવાની વચ્ચે પોતાની ઇલેક્ટ્રિફિકેશનની યોજનાઓમાં સુધારો કરી રહી છે.

જેએલઆરની યોજના અભેરાઇએ ચડાવી દેવાની યોજના માટે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી, ટાટાના સ્થાનિક ઇલેક્ટ્રિક કાર એકમ દ્વારા સૌપ્રથમ પ્રિમીયમ અવિન્યા મોડેલ્સને લોન્ચ કરવામાં થયેલો વિલંબ પણ જવાબદાર છે એમ સૂત્રોએ જણાવ્યુ હતું. હવેથી કાર જેએલઆરના ઇલેક્ટ્રિક વ્હિકલના સમાન પ્લેટફોર્મ પરથી જ બનાવવામાં આવશે અને કેટલાક કોમ્પોનન્ટસ સંયુક્ત રીતે પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

જેએલઆરની 70,000થી વધુ ઇલેક્ટ્રિક કાર અને ટાટાના EV યુનિટનું ઉત્પાદન કરવાની યોજના

ટાટાએ સપ્ટેમ્બરમાં નવી ફેક્ટરીનું બાંધકામ શરૂ કર્યું હતુ, જે EV સિવાયના વાહનોને પણ એસેમ્બલ કરશે. જ્યારે પ્લાન્ટ લગભગ 5-7 વર્ષમાં પૂર્ણ ક્ષમતા સુધી પહોંચે ત્યારે દર વર્ષે 250,000થી વધુ કારનું ઉત્પાદન કરશે. સુત્રોએ જણાવ્યું હતું કે, જેએલઆરની 70,000થી વધુ ઇલેક્ટ્રિક કાર અને ટાટાના EV યુનિટનું ઉત્પાદન કરવાની યોજના છે.

ટાટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમિલનાડુ રાજ્યમાં નવી ફેક્ટરીમાં નિર્માણ થનારી ઉત્પાદન સમયરેખા અને મોડલની પસંદગી ટાટા અને જેએલઆરની વ્યાપક વ્યૂહરચના અને બજારની જરૂરિયાતો સાથે સુસંગત રહેશે. ટાટા, ભારતના પ્રારંભિક EV માર્કેટમાં સૌથી વધુ વેચનાર, JSW MG મોટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા હરીફોના વધતા દબાણનો સામનો કરે છે, જોકે લાંબી ડ્રાઇવિંગ રેન્જવાળા નવા, વિશેષતા-સમૃદ્ધ મોડલ લોન્ચ કર્યા છે.દરમિયાનમાં

ટેસ્લા પણ વાર્ષિક 4 મિલિયન વાહનોનું વેચાણ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર ધરાવતા ભારતમાં EVs લોન્ચ કરવાની યોજનાને પણ અંતિમ સ્વરૂપ આપી રહી છે. EV વેચાણ હાલમાં કુલ કારના વેચાણમાં લગભગ 2% હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચોઃ ફાગણી પૂનમે જો આ મુહૂર્તમાં કરશો દાન-સ્નાન તો મળશે અનેક ગણું ફળ

Back to top button