અમદાવાદમાં FSSAIનો જોઈન્ટ ડાયરેક્ટર રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયો


અમદાવાદ, તા. 12 માર્ચ, 2025ઃ રાજ્યમાં લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. રોજબરોજ કોઈને કોઈ લાંચીયા અધિકારી એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે.અમદાવાદમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાનો જોઇન્ટ ડાયરેકટર એસીબીની ઝાળમાં સપડાયો હતો.
ફરીયાદી કન્સલટન્સી નું કામ કરતા હોય, જેથી ફરીયાદીએ પોતાના કલાઇન્ટનુ ફુડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરી હતી. જેમાં આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયા (હોદ્દો- જોઇન્ટ ડાયરેકટર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા, વર્ગ-૧)એ અલગ-અલગ ક્વેરી કાઢી હતી. જે બાબતે આ કામના ફરીયાદી આરોપીને રૂબરૂ મળતા આરોપીએ ક્વેરી નહી કાઢી, ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા માટે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ તે ઓ આપવા માંગતા ન હોવાથી અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કર્યો હતો.જેના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૨૫,૦૦૦ સ્વીકારતાં સ્થળ ઉપર પકડાયો હતો.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા, અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર, વર્ગ-૧, રાજેન્દ્રકુમાર હીરાભાઈ મહાવદીયા રૂા.૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
— ACB Gujarat (@ACBGujarat) March 12, 2025
ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. મંગળવારે ભરૂચની શુક્લતિર્થ ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8000ની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીની કાર્યવાહીના કારણે લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ પહેલા પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ડોક્ટરે ભર્યું આ ચોંકાવનારું પગલું