ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

સેમસંગ ગેલેક્સી F16 5G ભારતમાં લોન્ચ: ઓછી કિંમતમાં શાનદાર લુક અને ફીચર્સ

Text To Speech

નવી દિલ્હી, 12 માર્ચ: 2025: શું તમારે સ્માર્ટફોન ખરીદવો છે તો આ અમચાર ફકત તમારા માટે જ છે. કારણ કે સેમસંગે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી F16 5G લોન્ચ કર્યો છે. આ ફોનમાં 50MP ટ્રિપલ રીઅર કેમેરા અને 13MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. ફ્લિપકાર્ટ પરના પ્રમોશનલ બેનર દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે તેનું વેચાણ 13 માર્ચ બપોરે 12 વાગ્યાથી દેશમાં શરૂ થશે.

હોળી પહેલા, સેમસંગે ભારતમાં તેનો સસ્તો સ્માર્ટફોન ગેલેક્સી F16 5G લોન્ચ કર્યો છે. Galaxy F06 5G પછી, નવા Galaxy F16 5G ની ખાસ વિશેષતા MediaTek Dimensity 6300 પ્રોસેસર, 5000mAh બેટરી અને Android 15 પર આધારિત One UI 7 અપડેટ છે. નોંધનીય છે કે આ ગયા વર્ષે લોન્ચ થયેલા Galaxy F15 5Gનું નવું વર્ઝન છે, જેમાં નવી ડિઝાઇન, પ્રોસેસર અને ઘણી નવી સુવિધાઓ છે.

જાણો કિંમત
સેમસંગ ગેલેક્સી F16 5G ફ્લિપકાર્ટ પર 11,499 રૂપિયામાં લિસ્ટેડ છે. આ ફોનનું વેચાણ ભારતમાં 13 માર્ચે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.

જાણો ફોનની ફોનની વિશેષતાઓ
ફોનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, Samsung Galaxy F16 5G માં 6.7-ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1,080 x 2,340 પિક્સેલ અને 90Hz રિફ્રેશ રેટ છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ ફોન 8GB સુધીની રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1.5TB સુધી વધારી શકાય છે. ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો, આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત One UI 7 પર કામ કરે છે. કંપની 6 ઓએસ અપગ્રેડ અને 6 વર્ષના સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે.

આ પણ વાંચો,..વાહ શું વાત છે, દેશમાં મોંઘવારી દર ઘટ્યો ને ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

Back to top button