ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : કચ્છમાં મોબાઇલ ગેમના લીધે સગીરની ગળુ કાપી કરપીણ હત્યા

Text To Speech
  • સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી
  • આ મામલે ત્રણ મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું ખુલ્યું
  • આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા

કચ્છના રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપીને હત્યા કરાતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રોના પ્રમાણે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી. આ મામલે ત્રણ મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.

સગીરનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો

બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉં.13) નામના સગીરનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હોવાથી તેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતકના ભાઈ દ્વારા જાણવા જોગ કરતાં બાલાસર પોલીસે પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવા સહિતની કામગીરી હાથ ધરી હતી. માત્ર તેર વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી પડી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયા હતા, તો હાથની હથેળીઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા.

આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા

આટલા ઘા મારવા પાછળનો શું ઉદ્દેશ્ય હશે તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમરના સગીર ઉપર આટલી નિર્દયતાથી ઝનૂની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકને પૂછપરછ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા, આરોપીઓ પણ સગીર વયના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button