ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર રેડ ઝોનમાં થયું બંધ: સેન્સેક્સમાં 52 પોઈન્ટનો ઘટાડો

Text To Speech

નવી દિલ્હી, 12 માર્ચ: 2025: વધઘટ વચ્ચે આજે શેરબજાર ફ્લેટ બંધ રહ્યું છે. મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો તળિયેથી રિકવર થયા પછી બંધ થયા. નિફ્ટી બેંક વધારા સાથે બંધ થયો. સૌથી મોટો ઘટાડો આઇટી અને રિયલ્ટી શેરોમાં જોવા મળ્યો. BSE પર સેન્સેક્સ 52 પોઈન્ટના ઘટાડા સાથે 74,049.65 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.13 ટકાના ઘટાડા સાથે 22,468.05 પર બંધ થયો હતો.

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. આજના ટ્રેડિંગ દરમિયાન, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, ITC, બજાજ ફાઇનાન્સના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, એચસીએલ ટેક્નોલોજીસના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.

BSE મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા છે. સેક્ટોરલ મોરચે, ઓટો ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો, જ્યારે IT, રિયલ્ટી, ટેલિકોમ, મીડિયા 1-3 ટકા ઘટ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 4 ટકા ઘટ્યો.

આ પણ વાંચો..મ્યુચ્યુઅલ ફંડે આ ખાનગી બેંકના 1.6 કરોડ શેર વેચ્યા, રોકાણકારોને મોટું નુકસાન

Back to top button