અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતફોટો સ્ટોરીમધ્ય ગુજરાતવિશેષસંવાદનો હેલ્લારો

CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત નેતાઓ ઉજવ્યું રંગપર્વ, જુઓ તસવીરો

Text To Speech

ગાંધીનગર, 12 માર્ચ, 2025: વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની સંગીતમય પ્રસ્તુતિ, તથા આદિવાસીઓનાં હોળીનૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

પ્રાંગણમાં બેસવા માટે ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, હોળીગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો, આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે.

વિધાનસભ્યોનું રંગપર્વ - HDNews
વિધાનસભ્યોનું રંગપર્વ – HDNews

આ પણ વાંચોઃ  હરિયાણામાં સર્વત્ર ભાજપનું કમળ ખીલ્યું, કોંગ્રેસ-AAPનો સંપૂર્ણ સફાયો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button