ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ગૃહમંત્રી સાથે બેઠક રદ કરીને અહીં આવી છું, મારી હિંમતની દાદ આપોઃ રેખા ગુપ્તા

નવી દિલ્હી, 1 માર્ચ: 2025: દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને પદ સંભાળ્યાને 20 દિવસ થઈ ગયા છે. મંગળવારે રાત્રે રેખા ગુપ્તા શાલીમાર બાગ ક્લબ સોસાયટીમાં હોળી મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. રેખા ગુપ્તાએ જ્યારથી દિલ્હીની જવાબદારી સંભાળી છે, ત્યારથી તે એક પછી એક ઝડપી નિર્ણયોને કારણે હેડલાઇન્સમાં રહ્યાં છે. હવે તે એક નિવેદન આપીને ફરી ચર્ચાનો વિષય બન્યા છે આ કાર્યક્રમ રમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ ગઈકાલે શાલીમાર બાગમાં આયોજિત ‘હોળી મિલન’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં આપેલા તેમના નિવેદનોના કારણે ચર્ચામાં છે. સીએમ રેખા ગુપ્તાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એકવાર તેમણે ગૃહમંત્રી અમિત શાહને મળવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે આ પાછળનું કારણ સમજાવ્યું અને એમ પણ કહ્યું કે આ કરવા માટેની તેમની હિંમતની કદર કરવી જોઈએ.

રેખા ગુપ્તાએ કહ્યું, “મારી પાસે ગૃહમંત્રીને મળવાનો સમય હતો પણ મેં તેમને ના પાડી દીધી. મેં કહ્યું, સાહેબ, આજે અમારા વિસ્તારમાં કાર્યકર્તાઓના ધન્યવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મારે તેમાં હાજરી આપવાની છે, તેથી હું આવી શકીશ નહીં, મને બીજો કોઈ સમય આપો. તમે લોકો વિચારો મેં ગૃહમંત્રીને ના પાડી દીધી, મારી હિંમતની પ્રશંસા કરો.” રેખા ગુપ્તાએ આ કહ્યું કે તરત જ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા.

રેખા ગુપ્તાએ કહ્યું કે અમે આ અંગે કેન્દ્ર સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ માટે આજે (મંગળવારે) સાંજે ૫:૩૦ વાગ્યે મંત્રી સાથે મીટિંગ હતી, પરંતુ મંત્રીને થોડું કામ હતું, તેથી તેઓ ૭ વાગ્યે પહોંચ્યા. લેફ્ટનન્ટ ગવર્નર પણ ત્યાં હાજર હતા. અમે MOU પર હસ્તાક્ષર કર્યા અને તે પછી હું આ કાર્યક્રમમાં આવી છું.

તેમણે વધુમાં કહ્યું કે “મને તમારા બધાની વચ્ચે રહીને આનંદ થઈ રહ્યો છે. મેં તેમને કહ્યું હતું કે કાર્યક્રમો દરરોજ યોજી શકાતા નથી. મોદીજીએ મને કહ્યું હતું કે તમને માળા પહેરાવવા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી, તમને કામ અર્વા માટે બનાવવામાં આવ્યા છે. જો તમે મને દરરોજ ફોન કરશો તો હું આવી શકીશ નહીં. એક કાર્યક્રમનું આયોજન કરો, હું ત્યાં આવીશ અને હું બધાને મળી શકીશ.”

આ પણ વાંચો..IIFA માં બેસ્ટ સિંગર નોમિનેશન ન મળતાં સોનુ નિગમ થયા નારાજ, રાજસ્થાન સરકારને સંભળાવી દીધું

Back to top button