કોહલીને પાછળ છોડી હાર્દિક પંડ્યા નીકળી ગયો આગળઃ જાણો આ ગુજ્જુની કમાલ વિશે


દુબઈ, 12 માર્ચ : ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતાડવામાં મદદ કર્યા બાદ ઈતિહાસ રચ્યો છે, જ્યાં હવે તેની એક પોસ્ટે નવો રેકોર્ડ બનાવ્યો છે. હાર્દિકે ચેમ્પિયન્સ ટ્રોફી સાથેની પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેની પોસ્ટ પર ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, જ્યાં તેને માત્ર છ મિનિટમાં 10 લાખ લાઈક્સ મળી. ભારતમાં લાઈક્સનો આ નવો રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે આ મામલે તેણે સોશિયલ મીડિયાના બાદશાહ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.
HARDIK PANDYA – THE FASTEST INDIAN TO HIT 1M LIKE ON INSTRAGRAM. 🤯
– 1M Like In just 6 minutes….!!!! 🔥 pic.twitter.com/llCQGK8XJ4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2025
વિરાટનો રેકોર્ડ તૂટી ગયો
ગયા વર્ષે ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટે તિરંગા સાથે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેની પોસ્ટને સાત મિનિટમાં 10 લાખ લાઈક્સ મળી હતી. આ સિવાય વિરાટે RCB પર પહેલીવાર મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ જીતવા પર એક પોસ્ટ પણ શેર કરી હતી, જેને નવ મિનિટમાં 10 લાખ લાઇક્સ મળી હતી.
હાર્દિકના ફોલોઅર્સમાં જબરદસ્ત વધારો
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન હાર્દિકના સોશિયલ મીડિયાના આંકડાઓમાં જબરદસ્ત વધારો થયો છે. હાર્દિકે એક મહિનામાં 14.1 લાખ નવા Instagram ફોલોઅર્સ મેળવ્યા છે, જે કોઈપણ ભારતીય ખેલાડીની સરખામણીમાં સૌથી વધુ છે. આ સિવાય તેણે ‘X’ પર 43,000 થી વધુ અને Facebook પર 40,000 ફોલોઅર્સ પણ ઉમેરાયા છે.
વિરાટના ફેન્સમાં પણ વધારો થયો
વિરાટની વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલા તે સોશિયલ મીડિયા પર ભારતનો સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર હતો. ટૂર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં વિરાટે ‘X’ પર 3.1 લાખ નવા ફોલોઅર્સ, Instagram પર 3.9 લાખ નવા ફોલોઅર્સ અને Facebook પર 32,400 નવા ફોલોઅર્સ ઉમેર્યા છે.
આ પણ વાંચો :- ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે આટલી સહાય ચૂકવી