ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે આટલી સહાય ચૂકવી


- છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ
ગાંધીનગર, 12 માર્ચ, 2025: ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય Smart phone grant to farmers in Gujarat આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવિત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલા પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેકટાઇસીસ પણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.
આ પણ વાંચોઃ વારસાઈ કામગીરી માટે રૂ. 8000ની લાંચ માંગતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD