સેન્સેક્સ 1 લાખ ઉપર જઇ શકે છેઃ અનિશ્ચિતતાઓ છતાં પણ ભારત એશિયાઇ અર્થતંત્રોમાં સૌથી વધુ ચડીયાતી

મુંબઇ, 12 માર્ચઃ અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ટેરિફ વોરને કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓમાં ઉતરૃચડ જોવા મળી રહી છે. તેમ છતાં ભારત એશિયાઇ અર્થવ્યવસ્થાઓમાં સૌથી સારી સ્થિતિમાં છે. તેનું મુખ્ય કારણ અલગ અલગ મોરચે ઝડપથી સુધારો થવાની શક્યતા છે. મોર્ગન સ્ટેન્લી દ્વારા બહાર પાડવામાં એક રિપોર્ટના અનુસાર વ્યાપારી તણાવને કારણે એશિયાઇ દેશોની આર્થિક વૃદ્ધિમાં જોખમ ઊભુ છે. જોકે આ સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. આમ અનિશ્ચિતતાઓ છતાં પણ ભારત એશિયાઇ અર્થતંત્રોમાં સૌથી વધુ ચડીયાતી હોવાથી સેન્સેક્સ 1 લાખ ઉપર જઇ શકે છે.
રિપોર્ટના અનુસાર માલ આયાત પર ઓછી નિર્ભરતા, મજબૂત સેવા નિકાસ અને ઘરેલુ માંગ માટે નીતિગત સમર્થનના મામલામાં ભારત વધુ સારી સ્થિતિમાં છે. રાજકોષીય અને નાણાંકીય નીતિઓનેકારણે સુધારાને ઝડપ આપવમાં મદદ મળશે. નાણાંકીય સહજતા હવે ત્રણ મોરચા પર પૂરી રીતે લાગુ છે, જેમાં વ્યાજ દરમાં ઘટાડો, તરલતા અને રેગ્યુલેટરી અનુપાલનમાં રાહતનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે જીડીપીના પ્રમાણમાં માલની ઓછી આયાતને કારણે ભારત વધુ જોખમમાં નથી. મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે, સ્થાનિક માંગ સુધરી રહી છે. આનાથી વિકાસ દરને વેગ મળશે અને ભારતને આર્થિક વૃદ્ધિમાં ફરીથી લીડ મેળવવામાં મદદ મળશે. ઉપરાંત, ભારત સેવાઓની નિકાસમાં બજારહિસ્સો મેળવવાનું ચાલુ રાખશે, જે 2020માં 3.9 ટકાથી વધીને 2024માં 4.4 ટકા થશે.
સેન્સેક્સ 1.05 લાખના સ્તરને સ્પર્શી શકે છે
મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકોની અપેક્ષા પ્રમાણે જો શેરબજારમાં નોંધપાત્ર વૃદ્ધિ ચાલુ રહેશે તો ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 105,000ની સપાટીને સ્પર્શી જશે. આનો અર્થ એ છે કે વર્તમાન સ્તરોથી લગભગ 41 ટકાનો વધારો થશે. સામાન્ય સ્થિતિમાં, સેન્સેક્સ 93,000ના સ્તર સુધી જઈ શકે છે, એટલે કે 25 ટકાનો વધારો થશે.
બીજી તરફ મંદીના કિસ્સામાં સેન્સેક્સ લગભગ છ ટકા ઘટશે અને 70,000ની સપાટીએ પહોંચી જશે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે, કોરોના પછી માર્કેટ વેલ્યુએશન સૌથી આકર્ષક છે.
સુધારણાના મુખ્ય પરિબળો
સરકારી મૂડી ખર્ચમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય મોંઘવારી દરમાં નરમાઈને કારણે વાસ્તવિક ઘરગથ્થુ આવક વધી રહી છે. સેવાની નિકાસમાં સુધારો થઈ રહ્યો છે. 2024ના ચોથા ક્વાર્ટરમાં ખાનગી વપરાશ સુધરવાના સંકેતો દર્શાવે છે. વાસ્તવિક ખાનગી વપરાશમાં વૃદ્ધિ 6.9 ટકા સુધી પહોંચી હતી. FMCG વોલ્યુમનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે વધીને 7.1 ટકા થયો છે. આ મુખ્યત્વે મજબૂત ગ્રામીણ રિકવરી દ્વારા સંચાલિત છે.
વિકાસ દર 6.5 ટકા રહેશે
રિપોર્ટ અનુસાર, ભારતનો આર્થિક વિકાસ દર 2024-25માં 6.3 ટકા અને 2025-26માં 6.5 ટકા રહેશે. ભારતીય ઇક્વિટી લેન્ડસ્કેપ આકર્ષક રહે છે. આગામી દાયકાઓમાં દેશ વૈશ્વિક ઉત્પાદનમાં તેનો હિસ્સો વધારી શકે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ માંગ ધરાવતું ગ્રાહક બજાર હશે. આમ દેશ એક મોટા ઉર્જા સંક્રમણમાંથી પસાર થશે.
આ પણ વાંચોઃ 5G મોનેટાઇઝેશનને કારણે 6Gમાં વિલંબ થવાની શક્યતા, ચૂકી જવાશે 2030નો ટાર્ગેટ