ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વેપાર જોખમોની વચ્ચે નિકાસકારોને રાહત આપવાની સરકારની વિચારણા

Text To Speech

નવી દિલ્હી, 12 માર્ચઃ વિશ્વ બજારોમાં જ્યારે વેપાર યુદ્ધ છેડાઇ ગયુ છે ત્યારે વેપાર જોખમોની વચ્ચે નિકાસકારોને રાહત આપવાની ભારતની વિચારણા છે. દરેક દેશો પોતાના હિતોની રક્ષા કરવા માટે મથી રહ્યા છે. વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં શિપમેન્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની ધમકી વચ્ચે ટેરિફની સંભવિત અસર વચ્ચે ભારત તેના નિકાસકારો માટે નવા પ્રોત્સાહનો આપવાનું વિચારી રહ્યુ છે એમ એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

યુએસ અને યુરોપિયન યુનિયન જેવા વેપાર ભાગીદારો દ્વારા અપનાવવામાં આવતી આક્રમક નીતિઓને કારણે ભારતીય નિકાસકારો પર દબાણ વધી રહ્યું છે.

સરકાર એક મહિનાની અંદર નિકાસકારોને પ્રોત્સાહન આપવા અંગે નિર્ણય લેવાની અપેક્ષા રાખે છે અને 1 એપ્રિલથી શરૂ થતા વર્ષ માટેના બજેટમાં ભંડોળની ફાળવણી કરવામાં આવી ચુકી છે, એમ અધિકારીએ એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.

ભારત સરકારે ટિપ્પણી માંગતા ઈમેલનો તરત જવાબ આપ્યો ન હતો જોકે યુએસ ટેરિફના જોખમને કારણે ફેબ્રુઆરીમાં ભારતની નિકાસને અસર થઈ હતી, એમ અધિકારીએ જણાવતા ઉમેર્યુ હતુ કે ભારત 17 માર્ચે ફેબ્રુઆરીના ટ્રેડ ડેટા જાહેર કરશે.

આ પણ વાંચોઃ US અને EUને વેપાર નીતિથી ભારતની નિકાસ ખોરવાશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button