Pre-Market: એશિયાના મિશ્ર પ્રવાહો વચ્ચે તેજી મર્યાદિત રહેવાની ધારણા


મુંબઇ, 12 માર્ચઃ એશિયન બજારોમાં મિશ્ર સંકેતો મળી રહ્યા છે તેની વચ્ચે આજે Pre-Marketમાં ભારતીય બજારોમાં મર્યાદિત તેજી રહેવાની શક્યતા સેવાય છે. જોકે ટ્રમ્પ ફેક્ટર તો રોકાણકારોની નજરમાં રહેવાનુ છે અને આ તરલ પરિસ્થિતિ વચ્ચે લોંગ પોઝીશનથી રોકાણકારો દૂર રહેશે. તેથી બજારમાં શોર્ટ કવરીંગ વચ્ચે વચ્ચે જોવા મળે તેવી શક્યતા સેવાય છે. ગઇકાલની પરિસ્થિતિને જોતા એનાલિસ્ટો કહે છે કે હાલમાં રોકાણકારો બજારની નસ પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે વૈશ્વિક સંકેતોમાં ખાસ કરીને ટ્રમ્પ સરકાર કેવા પગલાં લે છે તેની પર બધુ નિર્ભર રહેશે.
એશિયન બજારોમાં જોઇએ નિક્કેઇ 0.26 ટકા વદીને 36,889.45, હેંગસેંગ 23,781ના મથાળે ફ્લેટ રહ્યો હતો, અમેરિકામાં એસએન્ડપી 1.25 ટકા ઘટ્યો હતો. તેની સાથે શાંઘાઇ કંપોઝીટ ઇન્ડેક્સ પણ 0.15 ટકા ઘટીને બંધ આવ્યો હતો. આમ વિશ્વ બજારોમાં મિશ્ર સંકેતો મળી રહ્યા છે.
દરમિયાનમાં ગઇકાલે અમેરિકી શેરબજારમાં થઇ રહેલી વેચવાલીને પગલે અમેરિકન પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે મંદી અને ફૂગાવાની દહેશતને પગલે પોતાના મૂલ્યમાં ઘટાડો અનુભવ્યો હતો તેવા એપલ, જેપી મોર્ગન, વોલમાર્ટ સહિતના 100 કોર્પોરેટ્સ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે ટેરિફમાં વધારો થશે તેવો સંકેત આપ્યો હતો. કોર્પોરેટ્સે ટ્રમ્પને ટ્રેડ વોર ખતમ કરવાનો અનુરોધ કર્યો હતો. તેની સાથે કોર્પોરેટ્સ ટ્રમ્પના નિર્ણયોને કારણે થઇ રહેલી આર્થિક અસરોને પણ ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ગઇકાલ પર નજર નાખીએ તો જણાય છે કે સેન્સેક્સ 12 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 74,102ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 37 પોઈન્ટ ઉછળ્યો હતો. 22,497 પર બંધ થયો હતો. સવારે સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 73,663ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટ ગગડ્યો ગયો. ઈન્ડસઈન્ડ બેંકના શેર 27.06% તૂટ્યા હતા. તે રૂ.243 ઘટીને રૂ.656 પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃ હોળી પર 100 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગોચર એક સાથે, 14 માર્ચ બાદ રહો સાવધાન, કરો આ ઉપાય