ભારતીય નોન-બેન્ક ધિરાણકર્તાઓની ફંડીંગ પેટર્નમાં ફેરફાર થવાની શક્યતા


મુંબઇ, 12 માર્ચઃ ભારતીય નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) દ્વારાની ફંડીગ પેટર્નમાં ફેરફાર થવાની શક્યતા સેવાઇ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ધિરાણના કેટલાક નિયમોમાં છૂટછાટ જાહેર કરી છે જે બેન્કોને આ સેગમેન્ટમાં ધિરાણ વધારવામાં મદદ કરશે.
આરબીઆઇ દ્વારા એનબીએફસીને અપાતા ધિરાણના નિયમો થોડા વધુ કડક બનાવ્યા હતા તેને થોડા હળવા કર્યા છે. જેમાં બેન્કોને બેન્કોની માઇક્રોફાઇનાન્સ ધિરાણમાં વહેલાસર રિસ્ક વેઇટ જરૂરિયાતના માળખામાં અસરકારક રીતે ઘટાડો કરવાનું અને પાછા ફરવાનું કહેવામાં આવ્યુ છે.
આ પગલાંથી બેન્કોની મૂડી છૂટી થશે તેમજ તેમને એનબીએફસીને વધુને વધુ ધિરાણ આપવામાં મદદ મળશે એમ મૂથૂટ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડરે કહેતા ઉમેર્યુ હતુ કે આનાથી બેન્કો દ્વારા એનબીએફસીને કરવામાં આવતુ ધિરાણ વધુ આકર્ષક બનશે.
એનબીએફસીએ ફંડીંગ માટેની રોકડની જરૂરિયાત માટે શોર્ટ ટર્મ કોમર્શિયલ પેપર્સ (CP)સહારો લીધો હતો તે નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે કેમ કે એકંદરે CP જારી કરવાની પ્રક્રિયા અંતર્ગતના ધિરાણમાં અગાઉ લાગુ પડાયેલ નિયમને કારણે વધારો થયો હતો. છેલ્લા સાત ક્વાર્ટર્માં ધિરાણકર્તાઓનો CPનો હિસ્સો આશરે 40 ટકા કે તેનાથી વધુનો રહ્યો હતો, જે અગાઉના ક્વાર્ટર્સના 30 ટકા વધુ છે એમ ક્રિસીલ ઇન્ટેલિજન્સનો એક ડેટા જણાવે છે.
ક્રિસીલ ઇન્ટેલિજન્સના ફિક્સ્ડ ઇન્કમ રિસર્ટના ડિરેક્ટર ભૂષણ કેદારે જણાવ્યું હતુ કે એનબીએફસી માટે ફંડીગ મિક્સમાં આગામી વર્ષે ફેરફાર અને તેઓ વ્યાજ કાપની આશામાં વધુ લોન આપશે, તેનાથી તેમનો ફંડીંગ પૂલ વ્યાપક બનશે. જોકે તેનો આધાર બેન્કોની પસંદગીઓ પર રહેશે. ભારતીય ધિરાણકર્તાઓ વધુ મોટા અને ઊંચુ રેટિંગ ધરાવનારાઓને ધિરાણ આપવાનો પ્રારંભ કરી શકે એમ એક બેન્કરે જણાવ્યું હતુ.
આ પણ વાંચોઃ અંબાણીની જિયોને સીધો પડકારઃ મસ્કની સ્ટારલિંક, ભારતની એરટેલે હાથ મિલાવ્યા