અમદાવાદ; 24 કલાકમાં RMO બનાવી દેવાનો રેકોર્ડ: કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડ થયાનો આરોપ


11 માર્ચ 2025 અમદાવાદ; શહેરની સિવિલ હોસ્પિટલનાં કિડની વિભાગમાં ભરતી બાબતે મોટા પાયે કૌભાંડ થયા હોવાનો કેગ રિપોર્ટ સામે આવ્યા બાદ મુખ્યમંત્રીની મંજૂરી લીધા વગર 297 લોકોને સીધી રીતે ભરતી કરી તેમજ સતત 20 વર્ષ સુધી એમબીબીએસનો અભ્યાસ કરનારા વિરેન ત્રિવેદીને 24 કલાકની અંદર RMO બનાવીને રેકોર્ડ સર્જ્યો હોવાનો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આક્ષેપ કર્યો હતો.
297માંથી 192 ભરતી 2012થી 2023 સુધી કરાઇ
કઠવાડિયાએ જણાવ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં ભરતી અંગે આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ દ્વારા 297 લોકોને કોઈને પણ જાણ કર્યા વગર સીધી રીતે ભરતી કરાવી દેવામાં આવી કોઈને પણ જાણ કર્યા વગર સીધી રીતે બારોબાર ભરતી કરી દેવામાં આવી છે. જેમાંથી 192 ભરતી 2012થી 2023 સુધી કરવામાં આવી હતી. 34 ડોક્ટરોની ભરતીમાં પણ ગેરરિતી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. 12 નિવૃત સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવામાં આવી જે નિયમ વિરૂદ્ધ છે, તેમાં પણ સરકારની મંજૂરી લેવામાં આવી નથી.
23 વર્ષે MBBS પૂરું કર્યું, 24 કલાકમાં RMOમાં ભરતી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આરટીઆઈમાં મળેલા કેગ રિપોર્ટ પ્રમાણે કિડની હોસ્પિટલમાં વિરેન ત્રિવેદીને 1993માં પીઆરઓ બનાવ્યા. જેમાં તેમણે 1979માં MBBS માટે એડમીશન લીધું હતું અને આખરે 2003માં MBBS પૂર્ણ કર્યું હતું. 24 વર્ષમાં MBBS પૂર્ણ કર્યા બાદ માત્ર 24 કલાકની અંદર પી.આર.ઓ વીરેન ત્રિવેદીને કોન્ટ્રાક્ટ બેઝ પર RMO તરીકે નિમણૂક કરી કરી દેવાઇ હોવાનું રેકોર્ડ સર્જ્યો છે. કોન્ટ્રાક્ટ પૂરો થતા ફરીથી RMO તરીકે વીરેન ત્રિવેદીની નિમણૂક કરાઈ હતી. જેમણે 2015થી 2023માં સુંધી આરએમઓ રહી ત્રિવેદીએ 9.40 લાખનું સરકારી ફંડ રિસર્ચના નામે સગેવગે કર્યું છે.
તેમણે માંગ કરતા કહ્યું હતું કે આ જાહેરાત વગર ભરતી કેમ થઇ? અને કોના કહેવાથી નોકરી મળી તે સરકાર જાહેર કરે? અને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે. ખાસ કરીને આ અંગે ડાયરેક્ટર પ્રાંજલ મોદીનું પણ નામ ખોટી રીતે પ્રમોશન મેળવવામાં સામે આવ્યું છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ