ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : વાહન ચાલકોને રાહત, હવે બળબળતા તાપમાં સિગ્નલમાં નહીં ઊભા રહેવું પડે

Text To Speech
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો
  • BRTS અને AMTSમાં મુસાફરી કરનારા માટે ORS નું વિતરણ શરૂ
  • સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ

ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ

હવેથી ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે. કારણ કે, સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

BRTS અને AMTSમાં મુસાફરી કરનારા માટે ORS નું વિતરણ શરૂ

રાજ્યભરમાં વધતી ગરમીને ધ્યાને લઈને અમદાવાદ મનપા એક્શનમાં આવી છે. નાગરિકોને મુશ્કેલી ન પડે અને લાંબા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને તડકામાં લૂ ન લાગે તે માટે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય BRTS અને AMTSમાં મુસાફરી કરનારા લોકોને પણ લૂ ન લાગે અને શરીર હાઇડ્રેટ રહે તે માટે ORS નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

Back to top button