Nothing Phone 3aનો પહેલો સેલ: જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની માહિતી


નવી દિલ્હી, 11 માર્ચ: 2025: કંપની દ્વારા તાજેતરમાં જ Nothing Phone 3a અને Nothing Phone 3a Pro લોન્ચ કરવામાં આવ્યા છે અને Nothing Phone 3a માટે સેલ આજે 11 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. જોકે, જો તમે Nothing Phone 3a નું Pro વર્ઝન ખરીદવા માંગો છો તો આ માટે તમારે કાલ સુધી એટલે કે 12 માર્ચ સુધી રાહ જોવી પડશે. Nothing ના હેન્ડસેટ તેમની અલગ અલગ ડિઝાઇન માટે જાણીતા છે અને Nothing ના બંને નવા ફોનમાં લગભગ સમાન સ્પેસિફિકેશન છે. આજથી Nothing Phone (3a)નું વેચાણ શરૂ થઈ રહ્યું છે.
શું તમે સ્માર્ટફોન ખરીદવ માંગો ચો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે કારણ કે આજે Nothing Phone 3a નો પહેલો સેલ છે. આ સેલ ફ્લિપકાર્ટ પર શરૂ થશે અને આ સેલ દરમિયાન 5 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક છે. આ હેન્ડસેટમાં Nothing સિગ્નેચર લાઇટિંગ પણ ઉપલબ્ધ છે. Nothing Phone (3a) કાળા, સફેદ અને વાદળી રંગોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Nothing Phone 3A માં 6.77-ઇંચ AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આમાં ટોચની તેજ 3000 નિટ્સ હશે. તેમાં 1000 Hz ટચ સેમ્પલિંગ રેટ હશે. આ હેન્ડસેટ 5000mAh બેટરી સાથે આવે છે.
જાણો કીંમત વિશે?
આ હેન્ડસેટને 19,999 રૂપિયામાં ખરીદવાની તક છે, જ્યારે તેની લોન્ચ કિંમત 24,999 રૂપિયાથી શરૂ થઈ રહી હતી. આ બંને કિંમતો વચ્ચે ૫ હજાર રૂપિયાનો તફાવત છે. તેના બેઝ વેરિઅન્ટમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ હશે.
જાણો ફીચર્સ વિશે
Nothing Phone 3a માં Snapdragon 7s Gen 3 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટ Nothing OS 3.1 આધારિત Android 15 પર કામ કરે છે. તેમાં નથિંગની સિગ્નેચર લાઇટિંગ પણ ઉપલબ્ધ છે. Nothing Phone 3A માં બેક પેનલ પર ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. તેની ચારે બાજુ LED લાઇટિંગ આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં 50MPનો મુખ્ય કેમેરા છે. બીજો કેમેરા 50MP (2X ટેલી ફોટો) કેમેરા છે. ત્રીજો કેમેરો 8MPનો છે, જેમાં અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. ફ્રન્ટ પર 32MP સેલ્ફી કેમેરા છે.
આ પણ વાંચો..શું તમારી વેબસાઇટ્સ વારંવાર થઈ રહી છે ક્રેશ? તો જાણો કારણ