અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ શહેર પોલીસ વિભાગના 1543 પોલીસકર્મીઓની સાગમટે બદલી, જુઓ યાદી

Text To Speech

અમદાવાદ, 11 માર્ચ : અમદાવાદ પોલીસ વિભાગમાં મોટેપાયે બદલીઓનો ઘાણવો પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કાઢવામાં આવ્યો છે.  જેમાં 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલીઓ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે બદલીના આદેશ કરતા ક્રાઈમબ્રાન્ચ, એસઓજી સહિતના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં જે નીચેનો સ્ટાફ હોય છે તેને બદલી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોઇએ વળતો પત્રવ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જવું. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1500થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.

Back to top button