ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના થયા મૃત્યુ: પોલીસે અંતિમવિધિ કરી દેતાં પરિવારમાં રોષ

Text To Speech

નવસારી, 11 માર્ચ: 2025: નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં રોષ ફેલાયો છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે. હાલ, પરિવારમાં માતમ છવાયો છે.

બીલીમોરા પોલીસે વિવાદમાં સપડાઈ હોય તેવી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે બે યુવકના મૃત્યુ નિપજ્યા હતા. પોલીસની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. મૃતદેહોની ઓળખ કર્યા વગર બન્ને યુવકોના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતાં. 1 યુવકના ફોટા પરથી પરિવારજનોએ મૃતદેહની માગ કરી છે. યુવકોની ઓળખાણ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરી દેતાં મૃતક યુવકના પરિવારજનો અને સમાજનો પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો. પોલીસે અંતિમક્રિયા કરવા 24 કલાકની પણ રાહ ન જોઈ. આ મામલે પોલીસે જણાવ્યું કે, મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા જરૂરી હતી.

મૃત્યુ પામનાર બે પૈકી એક યુવકની હજુ પણ ઓળખ નથી થઈ. મૃતકના પરિવારે ન્યાયની માગ સાથે પોલીસને રજુઆત કરી છે. પોલીસની બેદરકારી બદલ SPને રજૂઆત કરાશે તેમ પરિવારે જણાવ્યું હતું. PI સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો..ગુજરાતમાં શિક્ષણ જગતની કલંકરૂપ ઘટના: સગીર સાથે સહ વિદ્યાર્થીઓએ આચર્યું દુષ્કૃત્ય

Back to top button