ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Text To Speech
  • રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
  • ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ
  • કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેર

ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે.

ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ

રાજ્યમાં આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ દરમિયાન 40-42 ડિગ્રી મહતમ તાપમાનમાં રહેવાની શક્યતા છે. જ્યારે લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે.

રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં આગામી 11 માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણે ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવની આગાહી છે.

Back to top button