ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ધમાકેદાર જીત બાદ વિરાટ કોહલીએ મોહમ્મદ શમીની માતાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા, દિલ જીતી લેશે આ વીડિયો

Text To Speech

દુબઈ, 10 માર્ચ 2025: ભારતીય ટીમે શાનદાર અંદાજમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને જીતી લીધો છે. ટીમ ઈંડિયા માટે બોલર અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે ખિતાબ જીતીને કરોડો ભારતીયોને ખુશીથી ઝુમવાનો મોકો આપ્યો છે. ટીમ ઈંડિયાની આગળ ન્યૂઝીલેન્ડની ટીમ ટકી શકી નહીં. મેચ જીત્યા બાદ વિરાટ કોહલીનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે.

કોહલીએ મોહમ્મદ શમીની માતાના ચરણસ્પર્શ કર્યા

ભારતીય ટીમે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ત્યાર બાદ મોહમ્મદ શમી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પોતાના માતા સાથે મળવા આવ્યા. ત્યાર બાદ શમીની માતાને જોઈ કોહલી ભાવુક થઈ ગયો અને બાદમાં તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પણ લીધા હતા. બાદમાં શમીના પરિવાર સાથે કોહલીએ તસવીર પણ પડાવી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન

વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સારું પ્રદર્શન કર્યું. તેણે પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં સદી અને 100 રન બનાવ્યા હતા. તેના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી. આ પછી, તે ઓસ્ટ્રેલિયા સામે પણ મેચ વિનર સાબિત થયો અને 84 રન બનાવ્યા હતા. તે આખી ટુર્નામેન્ટ દરમિયાન સારી લયમાં દેખાયો હતો. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચ મેચમાં કુલ 218 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ટીમ ઈંડિયા જો પાકિસ્તાનમાં રમી હોત તો…ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ મોટી ટિપ્પણી કરી

Back to top button