વસ્તી વધારવા માટે સાંસદની વિચિત્ર જાહેરાત: જો દીકરાનો જન્મ થાય તો એક ગાય અને દીકરી જન્મે તો 50,000 રુપિયા આપશે


વિજયનગરમ, 10 માર્ચ 2025: આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કલીસેટ્ટી અપ્પાલા નાયડૂએ મહિલાઓને ત્રીજુ બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરીને ચર્ચામાં આવી ગયા છે. તેમાં કહેવાયું છે કે જો બાળક છોકરો હોય તો ગાય અને છોકરી હોય તો 50,000 રુપિયા આપવામાં આવશે. સાંસદે કહ્યું કે, આ રકમ તેઓ પોતાના વેતનમાંથી આપશે.
પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જનસંખ્યા વધારવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાનું આહ્વાન અને બંને દ્વારા ત્રીજા બાળકને જન્મ આપવાની વાત પર ભાર આપતા વિજયનગરમના સાંસદે આવો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પ્રકાશમ જિલ્લાના મરકાપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેની ઘોષણા કરતા તમામ મહિલાઓ કર્મચારીઓને પ્રસવ દરમ્યાન મેટરનિટી લીવ આપવામાં આવશે, પછી ભલે ગમે તેટલા બાળકો હોય.
હકીકતમાં જોઈએ તો, મુખ્યમંત્રીએ એક મજબૂત સંદેશ આપ્યો છે કે બધી મહિલાઓએ શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા જોઈએ. શુક્રવારે, એક કોન્સ્ટેબલ દ્વારા ગૃહમંત્રી સમક્ષ શંકા ઉઠાવવામાં આવી હતી કે શું મહિલા કર્મચારીઓને પ્રસૂતિની સંખ્યા ગમે તેટલી હોય, મેટરનિટી લિવ આપવામાં આવશે? આવી સ્થિતિમાં, મુખ્યમંત્રીએ શનિવારે પોતાનો જવાબ સ્પષ્ટ કર્યો છે. અત્યાર સુધી, મહિલા કર્મચારીઓને ફક્ત બે પ્રસૂતિ માટે પૂરા પગાર સાથે છ મહિનાની લિવ મળતી હતી, પરંતુ હવે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મહિલા કર્મચારીઓને બાળકોની સંખ્યા ગમે તે હોય, બધી પ્રસૂતિ માટે રજા આપવામાં આવશે. આ પછી, વિજયનગરમના સાંસદ કાલિસેટ્ટી અપ્પલાનાયડુએ ત્રીજા બાળકને જન્મ આપતી મહિલાઓ માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત સભાને સંબોધતા, વિજયનગરમના સાંસદે જાહેરાત કરી કે જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, તો જો તે પુત્રી હોય તો તેને 50,000 રૂપિયા અને જો તે પુત્ર હોય તો ગાય આપવામાં આવશે. આ જાહેરાત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.