ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

ઘટી રહી છે દેશની અનામત, ભારતના વિદેશી હૂંડિયામણમાં મોટો ઘટાડો, જાણો હવે કેટલો છે?

Text To Speech

નવી દિલ્હી, 10 માર્ચઃ ભારતના વિદેશી હૂંડીયામણ અનામતમાં 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 1.781 અબજ ડોલરનો ઘટાડો સામે આવ્યો છે, તેની સાથે જ વિદેશી હૂંડિયામણની સપાટી 638.698 ડોલર પર આવી ગઇ છે એમ ભારતીય રિઝર્વ બેન્કે એક યાદીમાં જણાવ્યું હતુ. ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત ઉતર ચડ જોવા મળી રહી છે, સતત ચાર મહિનાના ઘટાડા હવે તે 11 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયુ છે.

આ કારણથી થયો વિદેશી હૂંડીયામણમાં ઘટાડો

દેશના વિદેશી હૂંડિયામણના અનામતમાં કેટલાક સપ્તાહોમાં ઘટાડો થયો હતો ત્યારે અમુક સપ્તાહોમાં તેમાં વધારો પણ જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં 704.89 અબજ ડોલરના સૌથી ઊંચા સ્તરે સ્પર્શ્યા પછી તે ઘટી રહ્યો છે. હવે તેમાં તેના સૌથી ઊંચા સ્તરથી 10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતો કહે છે કે દેશના વિદેશી હુંડિયામણમાં આ ઘટાડો કદાચ આરબીઆઇ દ્વારા રૂપિયાને સ્થિર કરવા માટે કરવામાં આવેલા હસ્તક્ષેપને કારણે થયો છે, જે યુએસ ડોલર સામે તેના સર્વોચ્ચ નીચલા સ્તરે પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં વિદેશી હૂંડીયામણમાં ઘણો વધારો અને ઘટાડો થયો

રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ભારતની વિદેશી હૂંડિયામણ સંપત્તિ (FCA) 543.350 અબજ ડોલરના સ્તરે હતી, જ્યારે સોનાની અનામત 73.272 અબજ ડોલરનો હતો. અંદાજો એ પણ સૂચવે છે કે દેશમાં હાલમાં જે વિદેશી અનામત છે તે 10-11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતી હશે. 2023માં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં લગભગ 58 અબજ ડોલરનો વધારો થયો હતો. જ્યારે 2022માં તેમાં 71 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. 2024માં અત્યાર સુધીમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 20 અબજ ડોલરનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ રૂપિયામાં અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે વિદેશી હૂંડિયામણ ભંડારનો ઉપયોગ કરે છે. જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે, ત્યારે આરબીઆઇ બજારમાં ડોલર વેચીને રૂપિયાને મજબૂત બનાવે છે.

આ પણ વાંચોઃ છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના દીકરા પર ઈડીની મોટી કાર્યવાહી, 15 જગ્યાએ દરોડા પાડ્યા

Back to top button