કપ્તાન રોહિત શર્મા વિશે અભદ્ર ટિપ્પણી કરનારા કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના તેવર બદલાયા, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ શું બોલ્યા?


નવી દિલ્હી, 10 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરતા ટ્રોફી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારતીય કપ્તાન રોહિત શર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદી સહિત ભારતની તમામ હસ્તીઓએ ટીમ ઈંડિયાને જીત પર શુભકામનાઓ આપી છે. તો વળી કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે પણ ટીમ ઈંડિયા અને રોહિત શર્માને લઈને મોટી વાત કહી દીધી છે. શમા મોહમ્મદે કપ્તાન રોહિત શર્માને સલામ કહ્યું છે.
શું બોલ્યા શમા મોહમ્મદ?
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે એક્સ પર લખ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કરી જીત પ્રાપ્ત કરવા માટે ટીમ ઈંડિયાને શુભકામના. તેમણે લખ્યું કે, કપ્તાન રોહિત શર્માને સલામ, જેમણે શાનદાર 76 રન બનાવીને જીતને પાયો નાખ્યો. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે મહત્ત્વની ઈનિંગ્સ રમી, જેનાથી ભારતને જીત મળી. આ એક યાદગાર જીત છે.
પહેલા શું બોલ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્માનું અપમાન કરતા એક્સ પર લખ્યું હતું. રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે. તેમને વજન ઘટાડવાની જરુર છે. કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે આગળ એવું પણ કહ્યું કે, રોહિત શર્મા ચોક્કસપણે અત્યાર સુધીના સૌથી અપ્રભાવી કપ્તાન છે. તો વળી ટીએમસી સાંસદ સૌગત રાયે શમાનું સમર્થન કરતા કહ્યું હતું. કોંગ્રેસ નેતાએ જે કહ્યું કે તે સાચું છે. રોહિત શર્માને ટીમમાં હોવું જ ન જોઈએ.
ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું
રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 251 રન બનાવ્યા. આ પછી, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ કર્યું અને 76 રનની ઇનિંગ રમી. તેમના સિવાય શ્રેયસ ઐયરે 48 રન બનાવ્યા. કેએલ રાહુલે 34 રન બનાવ્યા. ભારતે 1 ઓવર બાકી રહીને 4 વિકેટે મેચ જીતી લીધી.
આ પણ વાંચો: ઘર કા ભેદી લંકા ઢાયે! ભારત ચેમ્પિયન બનતાં હૈદરાબાદમાં હોબાળો, અનેક જગ્યાએ માહોલ બગાડવાની કોશિશ