ગુજરાત પોલીસના અધિકારીઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ પરિવારોને પોલીસ ભવન સુરત ખાતે સંબોધન કર્યું હતું. હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય બનાવવાનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ 28, ઓકટોબર 2021માં એક કમિટી બનાવી હતી જેમાં ઝોન વાઇસ અને મુખ્ય પોલીસ કર્મચારીઓ સાથે એક પછી એક એમ અલગ અલગ બેઠક કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા વિભાગની બેઠકોમાં અધિકારીઓ સાથે કર્મચારીઓ એ ભાગ લીધો હતો. 30/4/2022 ના દિવસે એમણે રિપોર્ટ રજૂ કર્યો જેમાં આધુનિક ઓપ આપવા ચર્ચા થઈ અને મુખ્યમંત્રીના અધ્યક્ષ સાથે 2 બેઠક, નાણાં મંત્રી સાથે એક બેઠક, ગૃહ મંત્રી સાથે 9 બેઠક થઈ અને 550 કરોડ મંજૂર કર્યા.
પગાર વધારાની જાહેરાત થતાં પોલીસ બેડામાં ખુશી, અધિકારીઓ ગૃહરાજ્યમંત્રી સાથે ગરબે ગુમ્યા@sanghaviharsh @GujaratPolice @Bhupendrapbjp @CP_SuratCity #homeminister #gujarat_police_grade_pay #gujaratpolice #Gujaratinews #humdekhengenews pic.twitter.com/qJJJh2jOj7
— Hum Dekhenge News (@humdekhengenews) August 14, 2022
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી આપી માહિતી
15 ઓગસ્ટની પૂર્વ સંધ્યા પર રાજ્યના પોલીસ વિભાગ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસના ગ્રેડ પે પર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઈને ત્વરિત ધોરણે સમિતિની રચના કરાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયુ હતુ.
પોલીસ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે રૂ. 550 કરોડનુ ભંડોળ મંજૂર કરવામાં આવ્યુ છે. કમિટીએ જરૂરી ફેરફારનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. જેને પગલે મોંઘવારી ભથ્થા, એલાઉન્સમાં વધારાની માગ પૂરી થાય તે માટે રૂ.550 કરોડના ભંડોળને મંજૂરી આપી દેવામાં આવી છે.