ખતરો કે ખિલાડી:રીલ બનાવવા માટે રુમમાં ગેસ લિક કર્યો, લાઈટ ચાલું કરતા જ મોટો ધમાકો થયો


ગ્વાલિયર, 09 માર્ચ 2025: રીલ બનાવવાનું ઝુનૂન લોકો પર એવી રીતે હાવી થયું છે કે લોકો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. આવો જ એક કિસ્સો ગ્વાલિયરમાંથી સામે આવ્યો છે. અહીં રીલ બનાવવા માટે ધુમાડો દેખાડવા માટે એલપીજી ગેસ લીક કર્યો. ત્યાર બાદ જેવી લાઈટ ઓન કરી કે મોટો બ્લાસ્ટ થઈ ગયો. ધમાકામાં મહિલા અને પુરુષ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તો વળી બિલ્ડિંગને પણ ભારે નુકસાન થયું. આ કેસમાં પોલીસ હવે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ ઘટના ગ્લાલિયરના ગોલા મંદિર રોડ પર આવેલી ધ લિગેલી નામની સાત માળીય ઈમારતમાં છે. અહીં રહેતા અનિલ જાટે પોતાની ભાભી રંજના જાટ સાથે ફ્લેટમાં રીલ બનાવી રહ્યો હતો. રીલ બનાવવા માટે ધુમાડો દેખાડવાનો હતો. જેના માટે રુમમાં એલપીજી ગેસ લીક કર્યો. રીલ શૂટ કરવા માટે જેવી હેલોઝન લાઈટની સ્વિચ ઓન કરી તો અચાનક રુમમાં ફેલાયેલા ગેસે આગ પકડી લીધી અને જોરદાર બ્લાસ્ટ થયો.
ધમાકા બાદ ફ્લેટ તૂટી ગયો. બ્લાસ્ટ એટલો તેજ હતો કે ફ્લેટમાં લાગેલી લિફ્ટ પણ તૂટી ગઈ અને આજુબાજુના ફ્લેટની દીવાલોને પણ નુકસાન થયું. આ દુર્ઘટનામાં રીલ બનાવી રહેલી અનિલ જાટ અને રંજના જાટ પણ દાઝી ગયા. દુર્ઘટના બાદ એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે, જેમાં પાડોશી ફ્લેટમાં રહેલી લોકો બચીને ભાગતા દેખાઈ રહ્યા છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા. આ મામલાને લઈને ગ્વાલિયર એસપી ધર્મવીર સિંહે જણાવ્યું કે, રીલ બનાવવાના પ્રયાસમાં એલપીજી ગેસ સિલિન્ડરનો રિસાવ કર્યો હતો. ઈલેક્ટ્રિક બોર્ડની સ્વિચ ઓન કરતા જ ધમાકો થયો. આ મામલામાં રંજના અને અનિલ પર ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: આજની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી ઈતિહાસ રચશે, આવું કરનારો બીજો ભારતીય ખેલાડી બનશે