ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

આજની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી ઈતિહાસ રચશે, આવું કરનારો બીજો ભારતીય ખેલાડી બનશે

Text To Speech

દુબઈ, 09 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 9 માર્ચના રોજ દુબઈના મેદાનમાં રમાશે. ભારતીય ટીમ હજુ સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે ચાર મેચ રમી છે અને તમામમાં વિરોધી ટીમને ઓલઆઉટ કરી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ એક મેચ હારી છે અને તે પણ ભારત સામે. બંને ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2000ની ફાઈનલ મેચ રમાઈ હતી. ત્યારે ન્યૂઝીલેન્ડે 4 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. ભારતીય ટીમની નજર આ ફાઈનલની હારનો બદલો લેવા પર હશે. મેચમાં ઉતરતા જ સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એક ખાસ રેકોર્ડ બનાવશે.

કોહલી મોટી સિદ્ધિ હાંસલ કરશે

વિરાટ કોહલી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 550મી મેચ રમશે. તે ૫૫૦ કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારો બીજો ભારતીય ખેલાડી બનશે. સચિન તેંડુલકરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 664 મેચ રમી હતી. કોહલીએ અત્યાર સુધીમાં 549 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં કુલ 27598 રન બનાવ્યા છે, જેમાં 82 સદી તેના બેટમાંથી નીકળી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ:

  • સચિન તેંડુલકર – ૬૬૪ મેચ
  • વિરાટ કોહલી – ૫૪૯ મેચ
  • મહેન્દ્ર સિંહ ધોની – ૫૩૮ મેચ
  • રાહુલ દ્રવિડ – ૫૦૯ મેચ
  • રોહિત શર્મા – ૪૯૮ મેચ

એક વાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 2008 માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી. પછી પોતાના સારા પ્રદર્શનથી તે ભારતીય બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો. તે ભારત માટે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો સભ્ય પણ હતો.

ODI ક્રિકેટમાં 51 સદી ફટકારી છે

વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે અને ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હંમેશા હીરો તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા છે. તે એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ મેચ રમી છે. તેના નામે વનડે ક્રિકેટમાં ૧૪૧૮૦ રન છે. તેણે વનડેમાં 51 સદી ફટકારી છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જીત માટે ભારતમાં ઠેર ઠેર હવન અને પૂજા, ચાહકોમાં અનેરો ઉત્સાહ

Back to top button