અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ વિશ્વ મહિલા દિવસ; અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉજવણી; મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ

Text To Speech

8 માર્ચ 2025 અમદાવાદ: હાલમાં કેન્દ્ર સરકાર સાથે અનેક રાજ્યોના બજેટ આવ્યા છે જેમાં 1.44 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાળવ્યા છે. 11,000 કરોડની 135 યોજના જાહેરાતોમાં 100% ખર્ચ માત્ર મહિલાઓ માટે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. જે સાથે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

સ્કૂલ સંચાલક મંડળ દ્વારા કરાયું વિશેષ આયોજન
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે તેવું જ એક કાર્ય વસ્ત્રાલ ખાતે આવેલી અર્પણ ઇન્ટરનેશન સ્કૂલમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સ્કૂલની તમામ મહિલા શિક્ષકો અને અન્ય સ્કૂલમાં રહેલા મહિલા શિક્ષકોને આમંત્રિત કરી સ્કૂલ સંચાલક મંડળ દ્વારા મન મોહીલે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા શું છે અને શું કરી શકે છે: શિક્ષિકા
અર્પણ ઇન્ટરનેશન સ્કૂલના મુખ્ય શિક્ષિકા અર્ચનાબેને HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દ્વારા વિશ્વ મહિલા દિવસનું મહત્વ આજના સમયમાં ખૂબ જ વધી જાય છે. સ્કુલ શિક્ષિકા નિધિબેન દ્વારા મહિલા શું છે? અને તેની કાર્ય ક્ષમતા કેવા પ્રકારની છે અને કેવા પ્રકારની હોઈ શકે? જેવા સુંદર વિચારો રજૂ કર્યા હતા. તેમજ સ્કૂલ શિક્ષિકા દ્વારા કેક કાપી સુંદર પ્રવચનો અને નૃત્યો સ્કૂલના બાળકોને મહિલાઓમાં વિશેષ ઉત્સાહ પૂરો પાડી ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button