EDએ આ જાણીતા ઉદ્યોગપતિનું 14 કરોડનું જેટ કર્યું જપ્ત, જાણો શું છે મામલો


નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2025: હૈદરાબાદમાં એક કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી હતી. તપાસના ભાગ રૂપે ED એ લગભગ 14 કરોડ રૂપિયાનું ખાનગી જેટ જપ્ત કર્યું હતું. આ પ્રમોટરોએ પોન્ઝી કૌભાંડમાં અનેક રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસ ફાલ્કન ગ્રુપ (કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ), તેના સીએમડી અમર દીપ કુમાર અને કેટલાક અન્ય લોકો સામે સ્થાનિક પોલીસ એફઆઈઆર સાથે જોડાયેલો છે.
સીએમડી જેટનો ઉપયોગ કરીને વિદેશ ભાગી ગયા
મળતી માહિતી મુજબ, કંપનીના સીએમડી અમર દીપ કુમાર આ જેટનો ઉપયોગ કરીને દેશમાંથી ભાગી ગયા છે. આરોપો પર તેમની કંપનીનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નહીં. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ED ને જાણવા મળ્યું કે 8-સીટર બિઝનેસ જેટ ‘N935H હોકર 800A’ (કુમારની કંપનીની લિકીનું) શુક્રવારે શમશાબાદના હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું, ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવ્યું હતું.
આ જેટ $1.6 મિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું.
આ જેટ 2024 માં લગભગ $1.6 મિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું. ED અધિકારીઓએ આજે મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં જેટમાં
તપાસ હાથ ધરી હતી અને કુમારના ક્રૂ અને ત્યાં હાજર કેટલાક નજીકના સહયોગીઓના નિવેદનો પણ નોંધ્યા હતા. તેમણે કહ્યું કે કુમારની ખાનગી ચાર્ટર કંપની, પ્રેસ્ટિજ જેટ્સ ઇન્ક.ની માલિકીનું જેટ જપ્ત કરવામાં આવ્યું હતું. એજન્સીનું માનવું છે કે આ જેટ કથિત પોન્ઝી યોજનામાંથી કૌભાંડના પૈસાનો ઉપયોગ કરીને ખરીદવામાં આવ્યું હતું.
850 કરોડના કૌભાંડનો કેસ છે
EDએ કસ્ટમ્સ વિભાગ પાસેથી જેટની ગતિવિધિ અંગે સામાન્ય ઘોષણા માંગ્યા બાદ, એવું બહાર આવ્યું કે કુમાર, અન્ય એક વ્યક્તિ સાથે, 22 જાન્યુઆરીએ ઉક્ત ફ્લાઇટમાં દેશ છોડીને ગયા હતા. આ કૌભાંડમાં 850 કરોડ રૂપિયાની કથિત રોકાણ છેતરપિંડી આચરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Video: હીરા બા અને પીએમ મોદીની તસવીર લઈને ઉભેલા યુવકે શું કહ્યું?