ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

અરવલ્લીઃ બાળપણની મઝા સાથે ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

અરવલ્લી, 8 માર્ચ, 2025: મહિલા દિવસ નિમિત્તે આજે અરવલ્લી જિલ્લામાં બાળપણની મઝા સાથે ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિભાગ દ્વારા મોડાસાના ઓધારી તળાવ ખાતે બાળપણની યાદો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ વિવિધ રમતો રમી આણંદ ઉત્સાહ સાથે બાળપણની જેમ જ મજા કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ રમતોમાં વિજેતા બનેલી મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

અરવલ્લી મહિલા દિવસ - HDNews
અરવલ્લી મહિલા દિવસ – HDNews

 

આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે મહિલાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. અને તમામ સફળ મહિલાઓએ અન્ય મહિલાઓને આગળ વધવા મદદરૂપ થવાની જરૂર છે. તો જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાએ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ પરિવારમાં દીકરા દીકરી સાથે સમાન વ્યવહાર કરવા જણાવ્યું.

આજના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકે મહિલાઓને પોતાનું મહત્ત્વ સમજવા જણાવ્યું. આ ઉપરાંત દરરોજ પોતાના માટે સમય કાઢી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને જાગૃત થવા જણાવ્યું. મહિલા પરિવારનો પાયો હોય છે અને તેમનું પોતાના પ્રત્યે જાગૃત રહેવું બાળકો માટે પણ પ્રોત્સાહક હોય છે તે પણ જણાવ્યું.

આજના કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીના મન્સુરી, નાયબ કલેકટરશ્રી વંદનાબેન, મામલતદાર મોડાસા ગોપીબેન, જિલ્લા માહિતી અધિકારી નિધિ જયસ્વાલ, POSH અધિનિયમ ચેરમેન વનિતાબેન, લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ચંદનબેન સહિતના અધિકારીઓ, સામાજિક કાર્યકરો, મહિલા અને બાળ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ સ્વ-રક્ષણ યોજના હેઠળ ૧૩,૪૮૬ બહેનોને સેલ્ફ ડિફેન્સની અપાઈ તાલીમ

આ પણ વાંચોઃ આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓ: ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની લખપતિ દીદી

આ પણ વાંચોઃ ગુજરાતમાં જોવા મળશે આજે ઐતિહાસિક ક્ષણ: પહેલી વાર પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મી સંભાળશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button