ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતની દુ:ખદ ઘટના: દેવામાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Text To Speech

સુરત: 8 માર્ચ: 2025: સુરતના અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.

સુરતના અમરોલી રોડ પર આવેલા એન્ટિલિયા ફ્લેટમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. મૃતકના નામ ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા, વનિતા બેન અને હર્ષ ભરત ભાઈ સસાંગીયા છે. આર્થિક સંકડામણ માં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. ત્રણેય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયા છે.

આમહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં. પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચઢી ગયા હતાં. આ સિવાય રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિય (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો..આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓ: ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની લખપતિ દીદી

Back to top button