ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા ટીમ થશે માલામાલ, હારનારી ટીમને પણ આટલા રુપિયા મળશે, જાણો આ વખતે કેટલી છે પ્રાઈઝ મની

દુબઈ, 08 માર્ચ 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. આ મેચ 9 માર્ચે એટલે કે આવતી કાલે રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર, આ મેચ બપોરે 2.30 કલાકથી શરુ થશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. તો વળી ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે.
ચેમ્પિયન્સ ટીમ પર થશે રુપિયાનો વરસાદ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ વખતે ફાઈનલ જીતનારી ટીમ માલામાલ થઈ જશે. સાથે જ જે ટીમ હારશે, તે પણ માલામાલ થવાની છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ આ ટૂર્નામેન્ટ માટે પ્રાઈઝ મનીને જાહેરાત પહેલાથી જ કરી દીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમને લગભગ 19.48 કરોડ રુપિયા (2.24 મિલિયન ડૉલર) મળશે. તો વળી ફાઈનલમાં હારનારી ટીમ એટલે કે ઉપ વિજેતાને લગભગ 9.74 કરોડ રુપિયા (1.12 મિલિયન ડોલર) મળવાના છે.
ખાસ વાત એ છે કે, સેમીફાઈનલમાં હારનારી ટીમોને એક સમાન લગભગ 4.87 કરોડ રુપિયા આપવામાં આવે છે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમો પણ માલામાલ થઈ છે. તો વળી ગ્રુપ સ્ટેજમાંથી બહાર થનારી ટીમોને પણ પ્રાઈઝ મની મળી છે. પાંચમા અને છઠ્ઠા સ્થાન પર રહેનારી ટીમો (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)ને પણ એક સમાન 3,50,000 ડોલર એટલે કે 3.04 કરોડ રુપિયા મળ્યા છે. જ્યારે સાતમા અને આઠમા સ્થઆન પર રહેનારી ટીમ (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ)ને એક સમાન 1,40,000 ડોલર એટલે કે લગભગ 1.22 કરોડ રુપિયા મળ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દરેક મેચ મહત્ત્વની હોય છે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતનારી ટીમને 34000 ડોલર (29.61 લાખ) રુપિયા મળ્યા. આ ઉપરાંત તમામ આઠ ટીમોને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે 1,25,000 ડોલર એટલે કે લગભગ 1.08 કરોડ રુપિયા મળવાની ગેરેન્ટી મની આપવામાં આવી છે. આઈસીસી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કૂલ 6.9 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રુપિયા)ની પુરસ્કાર રકમ વહેંચી રહી છે. જે 2017ની તુલનામાં 53 ટકા વધારે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઈઝ મની (USD ડૉલરમાં)
- વિજેતા ટીમ- 2.24 મિલિયન ડૉલર (19.48 કરોડ રુપિયા)
- રનરઅપ-1.24 મિલિયન ડોલર (9.74 કરોડ રુપિયા)
- સેમીફાઈનલિસ્ટ (ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા)- 5,60,000 ડોલર (4.87 કરોડ રુપિયા)
- પાંચમા અને છઠ્ઠા નંબરની ટીમ (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)- 3,50,000 ડોલર (3.04 કરોડ રુપિયા)
- સાતમા અને આઠમા નંબરની ટીમ (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ)- 1,40,000 ડોલર (1.22 કરોડ રુપિયા)
- ગ્રુપ સ્ટેજમાં જીત- 34,000 ડોલર (29.61 લાખ રુપિયા)
- ગેરેન્ટી મની- 1,25,000 ડોલર (1.08 કરોડ રુપિયા)
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા ટીમ ઈંડિયા માટે ખુશખબર આવી, આ પિચ પર ફાઈનલ રમાશે, જાણો કોને મળશે ફાયદો