ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસસ્પોર્ટસ

આઇપીએલ ઓનલાઇન સટ્ટાબાજીઃ અબજ રૂપિયાનો ખેલ દર વર્ષે વધી રહ્યો છે

Text To Speech

મુંબઇ, 7 માર્ચ: ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ) 2025નો શિડ્યૂલ આવી ગયો છે, જે અનુસાર 22 માર્ચથી શરૂ થઇને ફાઇનલ 25 મેના રોજ રમાશે. આ દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારતા કહ્યુ છે કે આઇપીએલની સિઝનમાં ગેરકાયદે સટ્ટાબાજી અને જુગાર ફરી એક વખત ચરમ સીમાએ પહોંચી જશે. ડિજીટલ ઇન્ડિયા ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર દેશમાં ગેરકાયદે સટ્ટાબાજી તથા જુગારથી દર વર્ષે 100 અબજ ડોલરથી વધુ રકમ જમા થાય છે અને આ દર વર્ષે આ રકમમાં 30 ટકાનો વધારો થઇ રહ્યો છે.

બેટિંગ પ્લેટફોર્મ આટલો રહે છે ટ્રાફિક

રિપોર્ટના અનુસાર પરિમેચ, 1xબેટ અને બેટરી બેટ જેવી ચાર બેટિંગ પ્લેટફોર્મ પર ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન અલબત્ત ફક્ત ત્રણ મહિનામાં 1.6 અબજ લોકોની વિઝીટ મળી હતી. આ દરમિયાન ફેસબુક, મેટા અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો આ ચાર પ્લેટફોર્મ પર વિઝીટ 42.8 મિલીયન રહી હતી. રિપોર્ટમાં એમ પણ જણાવ્યું હતુ કે આ ટ્રાફિક પેઇડ વિજ્ઞાપનથી આવે છે, જેમ કે ફેસબુક એડ નેટવર્ક, પ્રમોટેડ કંટેન્ટ, માર્કેટિંગ, સોશિયલ મીડિયા વગેરે.

આ રીતે થાય છે પ્રચાર

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સના સંચાલકો લોકોને આકર્ષવા માટે ‘શ્રેષ્ઠ IPL સટ્ટાબાજી સાઇટ’ અથવા ‘KYC વિના ઓનલાઈન કેસિનો’ જેવી ટેગ લાઇન સાથે તેમની સાઇટ્સનો પ્રચાર કરવા માટે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનો ઉપયોગ કરે છે. તેઓ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સનો પણ મોટા પાયે ઉપયોગ કરે છે. જે લોકોના લાખો ફોલોઅર્સ છે તેઓ પણ આવી સટ્ટાબાજીની એપ્સને પ્રમોટ કરવા માટે તેમના એકાઉન્ટનો ઉપયોગ કરે છે.

નિષ્ણાતોના અનુસાર આમાંની મોટાભાગની સટ્ટાબાજી એપ્લિકેશનોનો ઉપયોગ વિદેશમાં ચૂંટણી પ્રચાર અથવા મની લોન્ડરિંગ વગેરે જેવી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નાણાંનું રોકાણ કરવા માટે થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં લોકો ઘણીવાર આવી સાઇટ્સ પર છેતરપિંડીનો ભોગ બને છે. રિપોર્ટમાં આવા ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મની જાહેરાત માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવી જાહેરાતો માટે પૈસા લેવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ પણ વાંચોઃ SBIમાંથી 13 મૃતકોના નામે 70 લાખની લોન પાસ થઈ ગઈ? જાણો આ આઘાતજનક મોડસઓપરેન્ડી વિશે

Back to top button