ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ


ગાંધીનગર, 7 માર્ચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ડિવિડન્ડનો આ ચેક કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ગુજરાત રાજય બીજ નિગમના ચેરમેન અને અધિક મુખ્ય સચિવ અંજૂ શર્મા, વહીવટી સંચાલક પી.એસ.રબારીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત રાજય બીજ નિગમ “ગુરાબીનિ” બ્રાન્ડથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પુરું પાડી રહ્યું છે. ગુજરાત રાજ્ય બીજ નિગમે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૨.૯૨ લાખ કિવન્ટલ બીજનું ઉત્પાદન તથા ૨.૬૨ લાખ કિવન્ટલ જેટલા બિયારણનું વિતરણ કર્યું છે.
આ પણ વાંચો :- તુઘલક લેન નહીં પણ વિવેકાનંદ માર્ગ, દિલ્હીમાં ભાજપના સાંસદોએ નેમ પ્લેટ ઉપર સરનામાં બદલ્યા