ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગાંધીનગરમાં ડબલ મર્ડરની ઘટના : યુવકે પત્ની અને પુત્રની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Text To Speech

ગાંધીનગર, 6 માર્ચ : ગાંધીનગરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે. સરગાસણમાં એક પુરુષે પોતાના હાથે જ પત્નીને ગળેટુંપો આપ્યા બાદ પોતાના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી પરિવારના બે સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ડબલ મર્ડરને અંજામ આપી યુવકે પોતાના હાથની નસ કાપી આત્મહત્યાની કોશિષ કરી હતી.

શા માટે હત્યા કરી?

આ બનાવની જાણ થતાં સરગાસણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા અને સલૂનની દુકાનમાં નોકરી કરતા હરેશભાઈ કનુભાઈ વાઘેલાએ કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષના દીકરા અને પત્ની આશાબેનની હત્યા બાદ આધેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ ગોઝારી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પતિની હાલત ગંભીર છે અને તેને સિવિલમાં સારવાર હેઠળ છે, બેભાન અવસ્થામાં છે. આ પગલું ભરતા પૂર્વે તેણે એક સ્યુસાઇડ નોટ લખી છે. શેરબજારમાં દેવું થતાં પગલું ભર્યું હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો :- મધ્યપ્રદેશ : કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, સ્લેબ પડતાં કાટમાળ નીચે અનેક કામદારો દટાયા, 3નાં મૃત્યુ

Back to top button